________________
( ૨૮ ) આવે છે, અને તેમ કરવાનું સાધન કર્મ અર્પણ કરવું એજ છે. આ બોધ પણ તેને એજ મહાત્માગુરૂ-તરફથી મળે છે. જે પુરૂષ શુદ્ધ થાય છે અને જે કર્તવ્યબુદ્ધિથી જ કર્મ માત્ર કરવામાં પ્રવૃત્ત રહે છે, જેણે ફળમાત્રનો ત્યાગ કરવાને બોધ લીધો છે, અને જે ઈશ્વરી નિયમને અનુસરવા માટેજ કાર્ય માત્ર કરે છે તેને આ છેલ્લો ઉપદેશ મળે છે. ભ૦ ગી અ. ૩ લેક ૯ માં કહ્યું છે કે, यज्ञार्थात्कर्मणोऽन्यत्र लोकोऽयं कर्मबंधनः । तदर्थ कर्म कौंतेय मुक्तसंगः समाचर ॥९॥
છે બંધન આ લોકને, કર્મયજ્ઞ સીવાય; તે અર્થે કર કર્મ તું, જેમાં સંગ વણ થાય.
કર્મ જ્યાંસુધી અર્પણભાવથી ન થાય ત્યાં સુધી કર્મનું બંધન છુટતું નથી. ” હવેથી તે કર્મમાત્ર, તેનાં ફળની ઈચ્છા રહિત કરે છે એટલું જ નહીં, પણ ઈશ્વરપ્રીત્યર્થે કરે છે, બ્રહ્માર્પણબુદ્ધિથી જ તે કર્મ માત્ર કરે છે. મનુષ્ય ઈશ્વરના સહકારી થવું જોઈએ. એક સમય એવો હતો કે જ્યારે તે મનુષ્ય, ફળની આશાથી કર્મમાત્ર કરતે. કેટલાક સમય પછી તે કર્તવ્યબુદ્ધિથીજ કર્મમાત્ર કરતાં શિખે, એટલે ફલને ત્યાગ કરી, વસ્તુમાત્રને Shree Sudharmaswami Gyanbhandar-Unmanay. Suratagyanbhandar.com