________________
( ૨૯ ) સમાન માની તે કર્મમાં યોજાતો. અંતે બ્રહ્માર્પણબુદ્ધિથી તે કર્મ માત્ર કરે છે, અને તેમ થાય છે ત્યારે કર્મમાત્રથી ઈશ્વરનું યજન કરે છે, કર્મમાત્ર તેને અર્પણ કરે છે. આ કર્મમાર્ગ ઉપર આવી સ્થિતિએ પહોંચ્યા પછી જ તેને બ્રહ્માનન્દનો અનુભવ થાય છે. આમ થાય છે ત્યારે જ આત્માનંદની લહરી તેનામાં વહેવા લાગે છે. તે પોતાના ક્ષુદ્ર સ્વભાવથી મુક્ત થાય છે ત્યારે જ તેના ઉચ્ચ સ્વભાવથી તે પરિપૂર્ણ થાય છે અને પરબ્રહ્મ સાથે પોતાના આત્માની એકતાનો અનુભવ કરે છે. તે પરમ આન, ન્દમાં લીન થાય છે. બ્રહ્માર્પણ કર્મ કરવાથી બ્રહ્માનન્દ તેને પ્રાપ્ત થાય છે. તે ઈશ્વરસ્વરૂપ બની રહે છે, ઈશ્વરેચ્છા સંપૂર્ણ કરવાની એક પ્રણાલિકાસાધન–બની રહે છે, અને કર્તા માત્ર ઈશ્વર છે એમ તેને પ્રત્યક્ષ અનુભવ થાય છે. કર્મના ફલનો દાતા તથા ભોક્તા પણ એજ છે અને એના સિવાય બીજું કાંઈ છે જ નહીં એમ પણ તેને પ્રત્યક્ષ અનુભવ થાય છે. જ્યારે સંપૂર્ણ ત્યાગબુદ્ધિ અને બ્રહ્માપણબુદ્ધિ ઉત્પન્ન થાય છે, જ્યારે સર્વને સર્વસ્વ આપે છે અને ઈશ્વર વિના બીજા કોઈ પાસેથી કંઈ લેતું નથી, જ્યારે દિવ્ય જ્યોતિ તેનામાં પ્રકાશે છે, Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com