________________
( ૨૦ ) જેમ અજ્ઞાની લેક કર્મથી બદ્ધ થઈને કર્મ કરે છે તેમ છે ભારત ! જ્ઞાની પુરૂષો સંસારના નિર્વાહને માટે કર્મનાં ફલનો ત્યાગ કરીને પણ કર્મમાં તેટલાજ પ્રવૃત્ત રહે છે.
આ ખરેખર એક મોટો ફેરફાર છે. આથી એમ સમજાય છે કે પ્રારબ્ધ નિર્મિત જે દેશમાં અને જે સાગમાં આપણે જન્મ થયે હોય તેને ત્યાગ કરવો નહીં. આપણા જન્મથી કરીને આપણા કુટુંબ, જાતિ અને આપણા દેશ પ્રત્યે આપણને જે જે ધર્મો પ્રાપ્ત થયા છે તે છોડી દેવા નહીં. એ બધામાં પ્રવૃત્ત રહેવું જોઈએ, છતાં એ પ્રવૃત્તિના હેતુમાં ફેરફાર થવો જોઈએ. એમ ધારો કે આવા માણસને ધન મેળવવાને જ ધંધે હોય તે તેણે તે છોડી ન દેતાં તે ધર્મ બજાવવો જોઈએ; પણ ધન સંપાદન કરવામાં અજ્ઞાનીનો હેતુ તેને ભેગ ભેગવવાને હોય છે, તેને બદલે જ્ઞાનીને એવા ફલની ઈચ્છા હોતી નથી. જ્ઞાની જ્યારે ધન સંપાદન કરે છે ત્યારે તે તેના ધણ તરીકે તેને સંગ્રહત નથી, પણ લેકના ઉપયોગને માટે એક રક્ષક તરીકે તે તેમ કરે છે. જ્ઞાની જે કાંઈ કરે છે તે
Shree Sudharmaswami Gyanbhandar-Unwanay. Suratagyanbhandar.com