________________
( ૧૨ )
હોય છે. આ પ્રમાણે કોઈને કઈ પ્રકારને સ્વાથ લોકહિતાર્થે કાર્ય કરવામાં પણ હોઈ શકે. પણ એમ હોવું જોઈએ નહીં, કારણ કે જેમાં સ્વાર્થને અંશમાત્ર પણ હોય તે કર્મ બંધનકર્તા નિવડે છે, અને ફળની વાસનાથી તે મનુષ્ય બંધનમાં પડ્યા વગર રહેતો નથી.
આમ થાય છે ત્યારે, જે દિવ્યમૂર્તિએ, જે ગુરૂના ગુપ્તનાદે તેને આગળ સમજાવ્યું હતું કે બાહ્યકિયાને ત્યાગ તે સંન્યાસ નથી, કર્મને લેપ એ ત્યાગ નથી, અને મનુષ્ય જનહિતાર્થે કર્મ અવશ્ય કરવો જોઈએ; તેજ દિવ્ય ગુરૂ તેને પાછી પ્રેરણા કરે છે. એ નાદ તેને હવે કર્મમાર્ગમાં એક પગથીઉં આગળ ચલાવે છે, અને તે માટે તેને
ગ્ય પણ ગુહ્ય ઉપદેશ કરે છે. એ ઉપદેશ એ છે કે, કર્મમાત્રનાં ફળની ઈચ્છાને તેણે ત્યાગ કરે, અને સ્વાર્થપરાયણતાને અંશમાત્ર પણ તેને સ્પર્શ કરે નહીં એવી તેણે સાવચેતી રાખવી જોઈએ. એજ ઉપદેશ શ્રીકૃષ્ણ ભગવાને ભ૦ ગીરુ અ. ૨ ૨ શ્લોક ૪૭ માં આ પ્રમાણે કર્યો છે –
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन ॥ Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com