________________
( ૨૧ ) લોકહિતાર્થે કરે છે, નહીં કે કર્મના ફલની આશાથી. આ માણસ પોતાનું ધન લેકહિતાર્થ ખરચે છે. તે નવી અને મોટી યોજનાઓ યોજે છે અને તેના માનસિક તેમજ શારીરિક સર્વ વ્યાપાર લોકહિતાર્થે જ થાય છે. જ્યારે જીજ્ઞાસુ આ પ્રમાણે લેક હિતાર્થે કર્મ કરે છે ત્યારે બીજા એવાજ કર્મ પિતાના અને પિતાના કુટુંબના ભલા માટે કરે છે.
અહીં તેને એક આકરી લાલચ આવી નડે છે. આ પ્રમાણે લોકહિતાર્થે કર્મ કરવામાં પણ કોઈવાર સ્વાર્થ હોય છે, એટલે એ કર્મનું પણ કાંઈ જૂદાજ પ્રકારનું ફળ પોતાને માટે તે ઈચ્છતા હોય છે. કારણ કે જે મનુષ્ય કહિતાર્થ મહેટા મહેોટા કાર્યની ચેજના કરે છે, તે એવી પણ આશા રાખે છે કે તેની ચેજના સફલ થાય. તેને આ પ્રમાણે જયની ઈચ્છા હોય છે એટલે તેને હેતુ કાંઈક જય મેળવવાને પણ હોય છે, અને પોતાના કાર્યનું પરિણામ જોઈ સંતોષવાનું પણ તેને મન હોય છે, અથવા તો તે પોતાના જાતિભાઈઓ કે સ્વદેશીઓને પ્રેમ મેળવવા, અને તેમના પર ઉપકાર કરી તેમની પાસેથી પિતાનાં વખાણ કરાવવા ઈચ્છતો Shree Sudharmaswami Gyanbhandar-Unganay. Suratagyanbhandar.com