________________
( ૧૯ ) બાહ્ય વ્યવહારમાં શૂન્ય રહીને નહીં, પણ વાસનાને ત્યાગ કરીને આ કર્મમાગે રહેવાનું છે. માત્ર શરીર કિયા રહિત થાય તેથી કર્મબંધનથી છુટાતું નથી. જીવાત્મા પરંપદને પામે, જીવ મુક્ત થાય ત્યાર પહેલાં કર્મમાર્ગ બરાબર પસાર કરે જોઈએ. એજ માર્ગની મર્યાદામાં રહીને વસ્તીમાંથી જંગલમાં નાસી ન જતાં કાંઈ ઉચે અનુભવ લેવાનો છે. એ અનુભવ, એ ધર્મ, જે વસ્તીમાં રહીને વાસનાથી છુટવાને છે તે, દિવ્ય પુરૂષ તરફથી જ આવે છે. તે ધીમે ધીમે સમજે છે કે તેણે પ્રવૃત્તિ તો રાખવી જ જોઈએ, કેમ તે કરવા જ જોઈએ પણ કર્મ કરવાને હેતુ બદલવું જોઈએ. એણે કર્મમાર્ગમાં તે રહેવું જોઈએ, પણ કર્મ કરવાના હેતુ ઉચ્ચ અને દિવ્ય હોવું જોઈએ. એજ ગુમનાદ, એજ મહાન ગુરૂ, મુક્તિ ઈચ્છનાર જીજ્ઞાસુને બોધ આપે છે. ભ૦ ગીર અ. ૩ લેક ૨૫ માં કહ્યું છે કે –
सक्ताः कर्मण्यविद्वांसो यथा कुर्वति भारत । कुर्याद्विद्वांस्तथासक्तश्चिकीर्षुलोकसंग्रहम् २५ અજ્ઞ, કર્મમાં સક્ત હૈ, કરે છે કર્મો જેમ,
લેકાર્થે જ અસંગી બનિ, કરે જ્ઞાનિ પણ તેમ. Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com