________________
( ૨૪ )
કશાથી લેપ થતો નથી. એ વિષે શ્રીકૃષ્ણ ભગવાને ભ૦ ગીવ અ ર લેક ૪૮ માં કહ્યું છે કે – योगस्थः कुरु कर्माणि संगं त्यक्त्वा धनंजय । सिध्यसिद्धयोः समो भूत्वा समत्वं योग उच्यते ॥ મૂહિક સંગ, રહી યુગમાં પાર્થ કર્મ કર સેજ, સિદ્ધિ અસિદ્ધિ સમગણી સમપણું યેગ કહેજ.
જય કે પરાજય, માન કે અપમાન, પ્રેમ કે ધિક્કાર એ કશાથી તેની શાંતિમાં ભંગ થતો નથી. તેના શુદ્ર સ્વભાવને અનુકૂળ કઈ પણ હેતુ કર્મ કરવામાં તેને હોતો જ નથી. કર્મ કરવું એ ઈવર પ્રીત્યર્થે જ કરવું, કારણ કે એ કાર્ય પણ તેનું જ છે, તેને જ પ્રાપ્ત થાય છે. જનહિતાર્થ કામ કરવાં પડે તે તે કરવાં, તે માટે કરેલી યોજના નિષ્કલ થાય તો ભલે, સફલ થાય તો પણ ભલે. કારણ કે
એ જનાએ જતી વખતે તેમની સફલતા કે નિષ્ફળતા એ કાંઈ તેના હેતુ નહતા. હેતુ માત્ર પિતાને ધર્મ બજાવવાનો હતો. તેનું પરિણામ ગમે તે આવે તેથી તેને કશે લેપ થતો નથી. કર્મ કરવું એજ તેનું કર્તવ્ય છે, એજ તેને ધર્મ છે. કર્મમાર્ગને ખરે ઉપદેશ એજ છે કે કર્મ કરવાનું Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com