________________
( ૧૬ ) સાક્ષાત્કાર થવાનું નથી, અને મનુષ્યને આત્મા જે પરમાત્મા સાથે એક છે તેને આત્માને સાક્ષાત્કાર થાય નહીં ત્યાં સુધી બીજી વસ્તુથી ચેન પડતું નથી. જ્યાં સુધી તે સ્વરૂપાનુસંધાન કરતો નથી ત્યાં સુધી તેને કળ વળતી નથી. આથી કરીને આવાં કર્મથી સંતોષ થતું નથી. મનુષ્ય પિતાની આખી જંદગી પર્યત પૈસે એકઠો કરવા પ્રયત્ન કરે છે, છતાં તે અસંતુષ્ટ રહે છે. અનેક વિષયેની સામગ્રી હોવા છતાં વિશેષને માટે ફાંફાં મારે છે. મનુએ કહ્યું છે તે સત્ય છે કે “તૃષ્ણાને વિષય પૂરા પાડી તેને સંતોષવાની આશા રાખવી એ બળતામાં ઘી હોમી બળતું બુઝાવવા જેવું છે. આ પ્રમાણે તૃષ્ણને સંતોષવાથી આખરે કંટાળો ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે તૃષ્ણાને સંતોષવાથી તેને પિતાનેજ અરૂચી થાય છે; અને આત્મા જે ઈન્દ્રિએના વિષયથી પર છે તે જીવને એથી પણ બીજે સ્થળે કાંઈ ઉચ્ચ સંતેષ શેાધવાને માટે પ્રેરે છે.
આવા આવા અનુભવો થયા પછી કર્મમાગે ચાલનારને આ વાતનું ભાન થાય છે. તે જુએ છે કે તે હવે કંટાળે છે, અસંતોષ વધતો જાય છે, Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com