________________
( ૧૪ ) પ્રકારની ચરસાચરસી ચાલી રહે છે. આથી કરી એકના એક વિષયને ઉપભોગ કરીને થાકી ગયેલા સંસારી પુરૂ, સમૃદ્ધિવાળા પુરૂષ અને વિષયાનંદી પુરૂષ જેઓ દિન પ્રતિદિન નવા નવા વિષયેની તૃષ્ણા રાખે છે, તેઓની વચ્ચે અને તેમને એ વિષ પૂરા પાડનાર જેઓ નવી નવી શોધ કરી તેમની ઈચ્છાને ઉશ્કેરે છે, ઉત્તેજન આપે છે અને પોતાના ધંધાને ચાલુ રાખે છે, તેઓ વચ્ચે હમેશાં એક પ્રકારની રસાકસી ચાલે છે. આ પ્રમાણે મનુષ્ય એકજ જાતના ભેગ ભેગવવા માટે નવાં નવાં સાધન માગે છે. હાલના મનુષ્યોએ મુસાફરી ત્વરાથી કરવાનાં સાધન શોધી કાઢ્યાં છે. જે મુસાફરીને પૂરી થતાં આગળ વરસ લાગતું તે હાલ માત્ર એક બે મહિનામાં પૂરી થાય છે, અને જ્યાં મહિના થતા તે માત્ર થોડા દિવસમાં થાય છે, પણ આથી કરી શું મનુષ્ય આગળ કરતાં વિશેષ સુખી છે ? શું એથી તેની ઇચ્છા સંતુષ્ટ થઈ છે? ના. હજી તો શેાધકોને તેઓ કહે છે કે
કાંઈ એવી શક્તિ શોધી કાહાઢે કે જે વરાળ કરતાં પણ વિશેષ કામ કરી શકે, કાંઈ વિજળી જેવું, કે જેથી કરી હેટા દેશે અને સમુદ્ર એક બે દિવસમાં પસાર કરી શકાય અને પૃથ્વીપર ગમે ત્યાં Shree Sudharmaswami Gyanbhandar-Unmanay. Suratagyanbhandar.com