________________
( ૧૫ ) વધારે ત્વરાથી જઈ શકાય. વરાળનાં સાધનથી તે હવે અમે કંટાળ્યા માટે વિજળી કે એવું જ બીજું કાંઈ શોધે કે જેથી ઝડપમાં વધારે થાય.”
પણ આવી વિશેષ પ્રવૃત્તિથી મનુષ્યને ખરેખરે શું લાભ થા છે? જે કાર્ય એક વરસમાં કે એક મહિનામાં થતું તે થોડા કાળમાં થવાથી મનુષ્યને આધ્યાત્મિક લાભ શું થઇ શકે એમ છે? આ પ્રમાણે “તેના કરતાં કાંઈક વિશેષ” એવી બુમ પાડ્યાંજ કરે છે અને એક તૃષ્ણા પૂરી થઈ કે તેની પાછળ બીજી તૈયારજ હોય છે. થોડા વખત પર પેરીસના ન્યસ પેપરોમાં એવી બડાઈ ચાલી હતી કે નવી પૃથ્વીપર નવાં માણસે પિદા થશે. કેમકે તેઓ પિતાથી નહીં પણ રસાયણિક પ્રયોગથી અનાજ ઉત્પન્ન કરવાનું શોધી કહાઢવાના હતા, કારણકે તેઓના જ્ઞાનમાં વૃદ્ધિ થતી જાય છે અને તેમની દોલત પણ વધતી જાય છે. પણ એ પ્રયત્ન મિથ્યા છે. ક્રિયામાં વધારો કરી તૃષ્ણાને સંતોષવા પ્રયત્ન કરે એ કેવળ ભ્રમ છે. ગમે તેટલા વિષયો એકઠા થાય, પણ મનુષ્ય તે અસં. તુષ્ટ જ રહેશે. કારણકે આ કશામાંથી આત્માને Shree Sudharmaswami Gyanbhandar-Undanay. Suratagyanbhandar.com