________________
૩૦
કર્મગ્રંથ-૬
જ
જાણવા તથા અનાદિ મિથ્યાદ્રષ્ટિજીવ ઉપશમ સમક્તિની સાથેજ ૫, ૬, કે ૭ માંથી કોઈપણ ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ત્યારે ઘટે છે.
ક્ષાયિક સમક્તિી જીવોને જે ઉદય ભાંગા કહેલા છે. તે સંખ્યાતવર્ષના આયુષ્યવાળા મનુષ્યોને આશ્રયીને જાણવા ૫) ૪ + સમ્યકત્વ મોહનીય = આ પાંચના ઉદયના ૪ કષાય x ૨ યુગલ
x ૩ વેદ = ૨૪ ભાંગા થાય ૪+ ભય + સમ્યકત્વ મોહનીય = ૬ના ઉદયના ૪ કષાય x ૨ યુગલ x ૩ વેદ = ૨૪ ભાંગા થાય ૪+ જાગુપ્તા + સમ્યકત્વ મોહનીય = ૬ ના ઉદયના ૪ કષાય ર યુગલ ૩ વેદ= ૨૪ ભાંગા ૪ + ભય + જુગુપ્સા + સમ્યકત્વ મોહનીય = ૭ના ઉદયના ૪ કષાય x ૨ યુગલ x ૩ વેદ = ૨૪ ભાંગા થાય
આ રીતે ૯ના બંધે ક્ષયોપક્ષમ સમક્તિીજીવ આશ્રયીને ૪ ચોવીશીના ૯૬ ભાંગા થાય છે.
આ રીતે ૯ના બંધે કુલ ત્રણે સમક્તિી જીવોને આશ્રયીને ૯૬+૯૬=૧૯૨ ઉદય ભાંગા થાય છે.
પાંચના બંધે ઉદયભાંગાનું વર્ણન પાંચનાબંધ ૨ પ્રકૃતિનો ઉદય હોય છે. કારણ કે ૮મા ગુણસ્થાનકના અંતે હાસ્યાદિ ૬ કષાયનો ઉદયમાંથી અંત થતા કોઈપણ ૧ કષાય અને કોઈપણ ૧ વેદ એમ ૨ પ્રકૃતિનો ઉદય હોય છે.
સંજ્વલનકષાય + કોઈપણ ૧ વેદ = ર આ બે પ્રકૃતિના ૪ કષાય x ૩ વેદ= ૧૨ ભાંગા થાય છે.
૪ના બંધે ૧ પ્રકૃતિનો ઉદય હોય છે. સંજ્વલન ૪ કષાયમાંથી કોઈપણ ૧ કષાયનો ઉદય તેથી ૪ ભાંગા ગણાય છે.
(૩ના બંધે ૧ પ્રકૃતિનો ઉદય હોય છે સંજ્વલન માન, માયા અને લોભ આ ૩માંથી કોઈપણ ૧નો ઉદય હોવાથી ત્રણ ભાંગા ગણાય છે.
- ૨ પ્રકૃતિનાબંધે ૧નો ઉદય હોય છે. સંજ્વલન માયા અથવા લોભનો ઉદય હોવાથી ર ભાંગા ગણાય છે.