________________
વિવેચન : ભાગ-૧
૩૩૩
આ કૃતકરણ અધ્ધામાં વર્તતો કોઈપણ જીવ પૂર્વે આયુષ્ય બાંધેલુ હોય તો કાળ કરીને ચારેગતિમાંથી કોઈપણ ગતિમાં જઈ શકે છે. પૂર્વે અસંખ્યાત વર્ષનું મનુષ્ય અને તિર્યંચનું આયુષ્ય બાંધ્યું હોય તો ક્ષાયિક સમક્તિ પામવાની શરૂઆત કરે, અને કાળ કરીને ત્યાં ઉત્પન્ન થઈ શકે છે. આ પ્રમાણે ૭ પ્રકૃતિના ક્ષયનો પ્રસ્થાપક (આરંભ કરનાર) મનુષ્ય હોય છે. નિષ્ઠાપક એટલે (પૂર્ણ કરનાર) ચારે ગતિના જીવો હોય છે. આ ક્ષાયિક સમક્તિી જીવના ૩ અથવા ૪ ભવ થાય છે. મતાંતરે પાંચ ભવ પણ થઈ શકે છે.
આ રીતે ત્રણ દર્શનમોહનીયની ક્ષપણા સમાપ્ત થઈ
આ દર્શન સપ્તકની ક્ષપણા ૪ થી ગુણસ્થાનકમાં રહેલા જીવો કરે છે. સિધ્ધાંતના મતે ૮માં ગુણસ્થાનકે જ સાતની ક્ષપણા થાય છે.
: ચારિત્ર મોહનીયની ૨૧ પ્રકૃતિઓના ક્ષયનું વર્ણન -
ચરમ શરીરી જીવ અબધ્ધ આયુષ્ક વિશુધ્ધ અધ્યવસાયવાળો બની ૮મા ગુણ સ્થાનકને પ્રાપ્ત કરે છે. ત્યાર બાદ અનિવૃત્તીકરણ બાદર ગુણસ્થાનકને પ્રાપ્ત કરે. આ ગુણસ્થાનકની શરૂઆતથી જ સતામાં રહેલામાં પ્રત્યાખ્યાનીય અને અપ્રત્યાખ્યાનીય ૮ કષાયના દલીકને ક્ષય કરે છે. આ રીતે ક્ષય કરતા ૯ માગુણસ્થાનકની સંખ્યાતમોભાગ બાકી રહે ત્યારે ૮ કષાયની સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી થાય તે વખતે થણથ્વીત્રીક, નરકદ્ધિક તિર્યચદ્ધિક એકેન્દ્રિયાદિ ૪ જાતિ-આતપ - ઉદ્યોત-સ્થાવર-સૂક્ષ્મ અને સાધારણ આ ૧૬ પ્રકૃતિઓનો ક્ષય કરે છે. ત્યાર બાદ સંખ્યાતમા ભાગે અપ્રત્યાખ્યાનાદિ ૮ કષાયનો ક્ષય કરે છે. અન્ય આચાર્યોને મતે પહેલા ૮ કષાયનો ક્ષય થાય અને પછી થીણધ્ધિ આદિ ૧૬ પ્રકૃતિઓનો ક્ષય કરે છે.
- ત્યાર પછી ૧ અંતર્મુહૂર્તની અંદર નવ નોકષાય અને ૪ સંજવલન કષાયને ખપાવવાની શરૂઆત કરવા માટે અંતરકરણ કરે છે. તે કરી નપુંસકવેદની ઉપરની સ્થિતિનું દલીયું ઉદવલન વિધિએ કરીને ક્ષય કરવા માંડે. ૧ અંતર્મુહૂર્ત સુધી વેદીને પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી સ્થિતિવાળું થાય ત્યાંથી માંડીને બંધાતી પ્રકૃતિને વિષે ગુણસંક્રમે કરીને નાંખે છે. એમ નાંખતા નાંખતાં ૧ અંતર્મુહૂર્ત નપુંસકવેદની સત્તાનો ક્ષય કરે છે. નપુંસકવેદ ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરેલી હોય તો છેલ્લુદલિયું ભોગવીને ક્ષય કરે છે. અન્યથા (નહિતર) તે દલિક ૧ આવલીકામાત્ર હોય તેને વેધમાન પ્રકૃતિને વિષે તિબુક સક્રમે કરીને સંક્રમાવે છે. આ રીતે