________________
કર્મગ્રંથ-૬
નપુંસકવેદ ક્ષય થાય છે. એવી જ રીતે ત્યારપછી ૧ અંતર્મુહૂર્તે સ્ત્રીવેદનો ક્ષય કરે છે. ત્યાર પછી હાસ્યાદિ-૬ પ્રકૃતિનો સમકાળે ક્ષયકરવા માંડે, ત્યારથી માંડી તેની ઉપરની સ્થિતિનું દલીયું પુરૂષર્વેદને વિષે સંક્રમાવે નહિ પરંતુ સંજવલનક્રોધને વિષે સંક્રમાવે છે. એમ અંતર્મુહૂર્તે છ નોકષાયનું ઉપરનું દલિયું નિશેષ પણે ક્ષીણ થાય, તે સમયે જ પુરૂષવેદના બંધ-ઉદય-ઉદીરણાનો વિચ્છેદ થાય, અને સમય ન્યૂન ૨ આવલીકાનું બાંધેલુ વર્જીને બાકીના પુરૂષવેદના દલીયાનો પણ ક્ષય થાય છે. આ વાત પુરૂષવેદે ક્ષપકશ્રેણી શરૂ કરી હોય તે જીવોને આશ્રયીને જાણવી.
નપુંસકવેદે ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરેલી હોય ત્યારે પહેલા સ્ત્રીવેદ અને નપુંસકવેદનો સમકાળે ક્ષય કરે તે ક્ષયને સમયે જ પરૂષવેદ બંધ-ઉદય અને ઉદીરાણાનો વિચ્છેદ થાય છે. ત્યાર પછી અવેદક થયો ધકો પુરૂષવેદ અને હાસ્યાદિ - ૬ નો એક સાથે ક્ષય કરે છે.
૩૩૪
જયારે સ્ત્રીવેદે ક્ષપક શ્રેણીનો પ્રારંભ કરે ત્યારે પહેલા નપુંસકવેદનો ક્ષય કરે પછી સ્ત્રીવેદનો ક્ષય કરે તે ક્ષયને સમયેજ પુરૂષવેદને બંધ - ઉદય અને ઉદીરણાનો વિચ્છેદ થાય છે. ત્યાર પછી પુરૂષવેદ અને હાસ્યાદિ- ૬નો એકસાથે ક્ષય કરે છે.
પુરૂષવેદને આશ્રયી ક્ષપકશ્રેણીનું વર્ણન :
ક્રોધનું વેદન કરતાં પુરૂષવેદીને ક્રોધઅધ્ધાના ૩ ભાગ થાય છે. તે આ પ્રમાણે (૧) અશ્વકરણ અધ્ધા (૨) કિટ્ટીકરણ અધ્યા (૩) કિટ્ટીવેદન અધ્યા અશ્વકરણ અધ્યા ઃ- આ કરણકાળમાં વર્તતોજીવ પ્રતિસમયે અનંતા અપૂર્વસ્પર્ધક સંજવલન ચતુષ્ક ના અંતરકરણ થકી ઉપરની સ્થિતિને વિષે કરે છે અને પુરૂષવેદ પણ સમય ન્યૂન ૨ આવલિકા રૂપકાળે ક્રોધને વિષે ગુણસંક્રમ વડે સંક્રમાવતો થકો ચરમસમયે સર્વે સંક્રમેકરીને સંક્રમાવે છે. આરીતે પુરૂષવેદ ક્ષય પામે છે ત્યાર પછી કિટ્ટીકરણ અધ્યામાં પ્રવેશ કરે છે.
કિટ્ટીકરણ અધ્યામાં પ્રવેશેલો જીવ સંજવલન ચતુષ્કની ઉપરની સ્થિતિના દલિયાની કિટ્ટી કરે છે તે કિટ્ટીઓ અનંતી હોય છે. પણ અસત કલ્પનાએ ૧- ૧ કષાયની ત્રણ ત્રણ કિટ્ટીઓ જાણવી એમ ૪ કષાયની ૧૨ કિટ્ટીઓ થાય છે. ક્રોધ કષાયે ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરનારને ૧૨ કિટ્ટીઓ જાણવી માન કષાયે ક્ષપક શ્રેણી પ્રાપ્ત કરનાર જીવને ઉલનિધિએ કરીને ક્રોધ કષાયના ક્ષયે બાકીના ત્રણ કષાયની ૯ કિટ્ટીઓ જાણવી.