________________
વિવેચન : ભાગ-૧
૩૪૧
કરાયેલી છે. ટીકાકારે રચેલી નવી ગાથાઓ ઉમેરતાં ૮૯ ગાથાનો આ ગ્રન્થ થાય છે. આવા
સમાપ્ત વિશેષાર્થ:- વિશેષ જાણવાની ઈચ્છાવાળા જીવને આચાર્ય ભગવંત કહી રહેલા છે કે દુઃખે કરીને જાણી શકાય તેવા ગંભીર અર્થવાળા સૂક્ષ્મ બુધ્ધીથી જાણી શકાય તેવા ઉત્કૃષ્ટ યથાસ્થિત અર્થ છે જેમાં. સૂકમ-સૂકમતર અર્થ જાણવામાં કુશળ પંડિતજનોને આલ્હાદકારી, ઘણાભાંગા છે એવું જે દ્રષ્ટિવાદ નામનું ૧૨મું અંગ તેમાંથી અત્રે જે અર્થ કહેલા ન હોય તે વિસ્તારથી દ્રષ્ટિવાદમાંથી જાણી લેવા I૮૯માં
અલ્પશાસ્ત્ર જાણ એવા મેં જે આ ગ્રન્થ રચ્યો છે. તેમાં મારા અપરિપૂર્ણ કહેવારૂપ અપરાધને ખમીને બહુશ્રુતોએ તે અર્થ પરિપૂર્ણ કરીને શિષ્ય-પ્રશિષ્ય શ્રાવકઆદિ ગણને વિષે કહેવો ૯૦ના
આ સપ્તતિકાગ્રન્થની ચંદ્રમહત્તરાચાર્યે ૭૦ જ ગાથાઓ રચેલી હતી તે માટે આ ગ્રન્થનું નામ સપ્તતિકા પડેલુ છે ટીકાકાર મહર્ષિએ આ ગ્રન્થ ભણવામાં કઠીન જાણીને ગ્રંથકર્તાની આજ્ઞા મુજબ જયાં જોઈએ ત્યાં ભાષ્યની ગાથાઓ ઉમેરીને ગ્રંથ સુલભ બનાવ્યો છે. માટે તેની ૮૯ ગાથા થાય છે. તથા ૨ પ્રક્ષેપ ગાથાઓ હોવાથી ૯૧ ગાથા થાય છે.
આ રીતે સપ્તતિકા નામક ષષ્ઠ કર્મગ્રન્થ સમાપ્ત