________________
૩૩૨
કર્મગ્રંથ
સર્વસ્થિતિનો ઘાત કરે. આ પ્રમાણે હજારો સ્થિતિઘાત કર્યા પછી મિથ્યાત્વના અસંખ્યાતા ભાગને અને સમ્યકત્વ તથા મિશ્રમોહનીયના સંખ્યાતા ભાગનો ઘાત કરે. ત્યારબાદ ઘણા સ્થિતિખંડો કર્યા પછી જ્યારે મિથ્યાત્વ મોહનીયના દલીકો ૧ આવલિકા જેટલા રહે ત્યારે સમક્તિ મોહનીય અને મિશ્ર મોહનીયના દલીનો પલ્યોપમના અસંખ્યામા ભાગ જેટલા રહે છે. સ્થિતિઘાત કરાતા મિથ્યાત્વના દલીકોને સમ્યકત્વ મોહનીય અને મિશ્ર મોહનીયમાં નાંખે છે. મિશ્ર મોહનીયના દલકો સમ્યકત્વ મોહનીયમાં નાંખે છે. સમ્યકત્વ મોહનીયના દલીકો પોતાની વચલી સ્થિતિમાં નાંખે છે.
આવલિકા માત્ર રહેલા મિથ્યાત્વના દલીકોને સિબુક સંક્રમ વડે સમયકત્વ મોહનીયમાં નાંખીને મિથ્યાત્વની સત્તા રહિત થાય છે. ત્યારપછી સમયકત્વ મોહનીય અને મિશ્ર મોહનીયના અસંખ્યાતા ભાગ રૂપ સ્થિતિખંડોનો નાશ કરે. અને ૧ બાકી રાખે. ૧ ના પણ અસંખ્યાતા ભાગ કરીને નાશ કરે તેમાંથી ૧ બાકી રાખે. આ રીતે ઘણા સ્થિતિખંડો કરતા કરતા મિશ્ર મોહનીયના દલીકો ૧ આવલીકા જેટલા બાકી રહે તે વખતે સમ્યકત્વ મોહનીયની સ્થિતિ સત્તા ૮ વર્ષ પ્રમાણ કરે છે. •
- મિશ્ર મોહનીયના આવલિકા પ્રમાણ દલીકોને સ્ટિબુક સંક્રમવડે સમ્યકત્વ મોહનીયમાં નાંખતા મિશ્ર મોહનીયની સત્તા રહિત થાય આવા જીવને નિશ્ચય નયના મતે દર્શનમોહનીય ક્ષેપક કહેવાય છે.
તે પછી આગળ સમ્યકત્વના અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિ ખંડનો નાશ કરે છે. તેના દલીકને ઉદય સમયથી માંડીને સંક્રમાવે છે. તે સંક્રમ આ પ્રમાણે જાણાવો ઉદય સમયે, બીજે સમયે, ત્રીજે સમયે.
થોડું-અસંખ્યગુણ-અસંખ્યગુણ એમ ગુણશ્રેણીના અંત સમય સુધી અસંખ્યગુણ અસંખ્યગુણ અધિક સંક્રમાવે છે. ત્યાર પછી વિશેષહીન વિશેષહીન રૂપ સ્થિતિના દલીકને ચરમ સમય સુધી સંક્રમાવે છે. આ પ્રમાણે અંતર્મુહૂર્ત પ્રમાણ અનેક સ્થિતિઘાતો દ્વિચરમ સમય સુધી સ્થિતિખંડ પર્યત ઉવેલે છે અને ક્ષય કરે છે. આ વખતે વિચરમ સ્થિતિખંડ કરતાં ચરમસ્થિતિખંડ અસંખ્યગુણ હોય છે. આ છેલ્લો સ્થિતખંડ ઉકેરાયેછતે આ ક્ષપકકૃત કરણ કહેવાય છે. સંપૂર્ણ દલીક ભોગવીને નાશ થાય ત્યારે સમ્યકત્વ મોહનીયની સત્તારહિત બને છે. આ વખતે જીવ ક્ષાયિક સમક્તિની પ્રાપ્તિ કરે છે.