________________
વિવેચન : ભાગ-૧
"
૩૩૧ "
ક્ષપકશ્રેણીના આરંભ માટે મનુષ્યગતિમાં જિનનાકાળમાં - કેવળીના કાળમાં ૮ વર્ષ ઉપરની ઉમર, પહેલુ સંઘયણ, અવશ્ય જોઈએ. ૪ થી ૭ ગુણસ્થાનકમાં રહેલો જીવ ક્ષયોપક્ષમ સમકિતી સૌથી પહેલા અનંતાનુબંધી ૪ કષાયનો ક્ષય કરે છે તેનું સ્વરૂપ અનંતાનુબંધી ની ઉપશમના વખતે અનંતાનુબંધીની વિસંયોજના કહેલી છે. તે પ્રમાણે જાણવું
| દર્શનત્રીકની પણાનું વર્ણન - મિથ્યાત્વ મોહનીય પ્રકૃતિને ખપાવવા માટે યથાપ્રવૃતકણ-અપૂર્વકરણ અનિવૃત્તીકરણ એ કરણો પૂર્વે કહયા તે પ્રમાણે કરે, તેમાં વિશેષતા એ છે અપૂર્વકરણના પહેલા સમયે અનુદીત મિથ્યાત્વ અને અનુદીત મિશ્રમોહનીયના દલીકને ઉદીત સમ્યકત્વ મોહનીયને વિષે ગુણ સંક્રમવડે નાંખે છે, અને તે બંન્નેનો તે વખતે ઉઠ્ઠલના સંક્રમ પણ કરે છે. તે આ પ્રમાણે-પહેલો સ્થિતિખંડ મોટો ઉવેલે. બીજે સમયે બીજો સ્થિરખંડ વિશેષહીન ઉવેલે. ત્રીજે વિશેષહિન એમ અપૂર્વકરણના છેલ્લા સમય સુધી વિશેષહિન રૂપે ઉવેલના કરે છે. આ પ્રયત્ન વિશેષથી અપૂર્વકરણના પહેલા સમયે જે સ્થિતિ સત્તાવાળો જીવ હતો તે તેના ચરમ સમયે સંખ્યાતગુણહીન સ્થિતિની સત્તાવાળો થાય છે. ત્યાર પછી જીવ અનિવૃત્તીકરણમાં પ્રવેશ કરે છે. ત્યાંપણ સ્થિતિઘાત આદિ સર્વે અપૂર્વકરણની જેમ જ કરે છે. અનિવૃત્તીકરણના પહેલા સમયે ત્રણ દર્શન મોહનીયની દેશ ઉપશમના નિધ્ધતિ અને નિકાચના વિચ્છેદ પામે છે. આ - અનિવૃત્તીકરણના પ્રથમ સમયથી શરૂ કરીને દર્શનમોહનીયત્રીકની સ્થિતિ સત્તાનો સ્થિતિઘાતદિવડે ઘાત કરતો કરતો હજારો સ્થિતિખંડ ગયે છે તે અર્થાત્ પૂર્ણ થયે છતે અસંજ્ઞી પંચેન્દ્રિયજીવના જેટલી સ્થિતિ સત્તાવાળો થાય. તે પછી હજારો પૃથકત્વ સ્થિતિખંડ ગયે છતે ચઉરિન્દ્રિય સમાન સ્થિતિવાળો થાય તે પછી હજારો પૃથકત્વ સ્થિતિખંડગયે છતે તેઈન્દ્રિય સમાન સ્થિતિવાળો થાય, ત્યાર પછી હજારો પૃથકત્વ સ્થિતિખંડ ગયે છતે બેઈન્દ્રિય સમાન સ્થિતિવાળો થાય, ત્યારપછી હજારો પૃથકત્વ સ્થિતિખંડ ગયે છતે એકેન્દ્રિય સમાન સ્થિતિસત્તાવાળો થાય. તે પછી હજારો પૃથકત્વ સ્થિતિખંડ ગયે છતે પલ્યોપમના અસંખ્યાત ભાગ પ્રમાણ સ્થિતિવાળો થાય. ત્યારપછી ૩ દર્શનમોહનીય પ્રત્યેકનો એક એક સંખ્યાત ભાગ બાકી રાખી, બાકીની સર્વસ્થિતિનો ઘાત કરે, તે પછી બાકી રાખેલ સંખ્યાતમાભાગનો ૧ સંખ્યાતમો ભાગ બાકી રાખી, બાકીની