________________
૩૩૬
કર્મગ્રંથ-૬
પર્યત વેદે. અને માનનો પણ બંધાદિ વિચ્છેદ થયે તે સંબંધી દલીક સમય ન્યૂન ૨ આવલિકા કાળે ગુણસંક્રમવડે માયામાં નાંખે. માયાનું પણ પ્રથમકિટ્ટીનું બીજી સ્થિતિનું પ્રથમ સ્થિતિગત કરેલ દલિક વેદતુ સમયાધિક આવલિકા માત્ર બાકી રહે તે પછી અનંતર સમયે માયાની બીજી કિટ્ટીનું બીજી સ્થિતિમાં રહેલુ દલીક આકર્ષીને પ્રથમ સ્થિતિનું કરે. સમયાધિક આવલિકા માત્ર બાકી રહે ત્યાં સુધી વેદ, તે પછી અનંતર સમયે ત્રીજી સ્થિતિનું બીજી સ્થિતિગત દલીક આકર્ષીને પ્રથમ સ્થિતિવાળું કરે. સમયાધિક આવલિકા માત્ર બાકી રહે ત્યાં સુધી વેદનકરે તેજ સમયે માયાના બંધ - ઉદય- ઉદીરણાનો સમકાળે વિચ્છેદ થાય છે. તેની સત્તાપણ સમયપૂર આવલિકાએ બાંધેલ દલીક માત્ર જ બાકી રહે છે. બાકીનું ગુણસંક્રમવડે લોભમાં નાંખી દે છે. તે પછી અનંતરસમયે લોભની પ્રથમ કિટ્ટીનું દ્વિતીય સ્થિતિગત દલીક આકર્ષીને પ્રથમ સ્થિતિ કરે અને ૧ અંતર્મુહૂર્ત પર્યત વેદે. સંજવલન માયાના પણ બંધાદિ વિચ્છેદ થયે છતે તે સંબંધી સર્વ દલીકને સમયજૂન ૨ આવલિકા માત્ર કાળે ગુણસંક્રમવડે સંજવલન લોભમાં સંક્રમાવે છે. ત્યારે લોભનું પ્રથમ કિટ્ટીનું પ્રથમ સ્થિતિગત કરેલ દલીક વેદતુ સમયાધિક આવલીકામાત્ર બાકી રહે છે. તે પછી અનંતર સમયે લોભની બીજી કિટ્ટીનું બીજી સ્થિતિગત દલીક આકર્ષીને પ્રથમ સ્થિતિગત કરે અને વેદે છે અને તેને વેદતો ત્રીજી કિટ્ટીનું દલીક ગ્રહણ કરીને સમયાધિક આવલિકા માત્ર બાકી રહે ત્યાં સુધી સૂમકિટ્ટીઓ કરે છે તે જ સમયે સંજવલન લોભનો બંધ વિચ્છેદ થાય, તથા બાદ લોભના ઉદય-ઉદીરણાનો વિચ્છેદ થાય. અને અનિવૃત્તી બાદર સંપરાય ગુણસ્થાનકનો પણ વિચ્છેદ થાય છે. છે તે પછી અનંતર સમયે બીજી સ્થિતિનું સુમકિટ્ટીકૃત દલીક આકર્ષીને પ્રથમ સ્થિતી કરે અને વેદે ત્યારે તે જીવ સૂક્ષ્મ સંપરાય કહેવાય છે. પૂર્વોકત ત્રીજી કિટ્ટીની બાકી રહેલી સંપૂર્ણ આવલિકા વેદાતી પર પ્રકૃતિને વિષે સ્ટિબુક સંક્રમવડે સંક્રમાવે છે. અને પહેલી - બીજી કિટ્ટીગત આવલિકા અનુક્રમે બીજી ત્રીજી કિટ્ટીની અંતરગતુ સંક્રમાવીને વેદે છે. લોભની સૂમકિટ્ટીઓને વેદનારો સૂમસંપરાય ગુણસ્થાનક વર્તી જીવ સૂમકિટ્ટીનું દલીક અને સમયજૂન ૨ આવલિકા એ બાંધેલ દલીક સમયે સમયે સ્થિતિઘાતા દિવડે સૂક્ષ્મ સંપરાય કાળના સંખ્યાતા ભાગજાય અને ૧ ભાગ રહે ત્યાં સુધી ખપાવે છે. તે પછી તે બાકી રહેલ સંખ્યાતા ભાગમાં સંજવલન લોભ સર્વ અપવર્તના વડે ઘટાડીને