________________
વિવેચન : ભાગ-૧
૩૩૫
માયા કષાયથી ક્ષપકશ્રેણી પ્રાપ્ત કરનાર જીવને પૂર્વની જેમ ઉવલના વિધિએ કરીને ક્રોધ અને માનનો ક્ષય થાય ત્યારબાદ ૨ કષાયની ૬ કિટ્ટી પહેલા ની જેમ જાણવી. લોભ કષાયે ક્ષપક શ્રેણી પ્રાપ્ત કરનાર જીવને પૂર્વોકત ઉદ્ગલના વિધિથી ક્રોધાદિક ૩ કષાય નો ક્ષય કર્યા પછી લોભની ૩ કિટ્ટીઓ હોય છે. ત્યાર પછી કિટ્ટીવેદન અધ્ધાને વિષે પેઠો થયો ક્રોધે પ્રતિપન્નથકો ક્રોધનું પ્રથમ કિટ્ટીનું બીજી સ્થિતિનું દલીયું ખેંચીને પહેલી સ્થિતિનું કરે અને વેદન કરે. આ ત્યાં સુધી જાણવું કે જયાં સુધી સમયાધિક આવલીકા માત્ર બાકી રહે ત્યારપછી બીજી સ્થિતિમાં રહેલું બીજી કિટ્ટીનું દલીયુ આકર્ષીને પહેલી સ્થિતિનું કરે અને વેદે આ પણ ત્યાં સુધી જાણવું કે સમયાધિક આવલિકા માત્ર શેષ રહે ત્યાં સુધી. ત્યાર પછી અનંતર સમયે ત્રીજી સ્થિતીનું બીજી સ્થિતીમાં રહેલું દલીયુ આકર્ષીને પ્રથમ સ્થિતિ કરે અને સમયાધિક આવલીકા બાકી રહે ત્યાં સુધી વેદ. આ ત્રણે કિટ્ટીવેદન અધ્ધાને વિષે ઉપરની સ્થિતિનું દલીક ગુણસંક્રમે કરીને પણ સમયે સમયે અસંખ્ય ગુણવૃધ્ધિએ સંજવલનમાનમાં નાંખે છે. ત્રીજી કિટ્ટીવેદન અધ્ધાના ચરમ સમયે સંજવલન ક્રોધના બંધ -ઉદય - ઉદીરણા કાળનો સમકાળે વિચ્છેદ થાય છે. તેની સત્તાપણ સમયપૂન બે આવલિકાએ બાંધેલ દલીક વર્જીને બાકીની બધી સંજવલન માનને વિષે સંક્રમાવે છે. તે પછી અનંતર સમયે માનની પ્રથમકિટ્ટીનું દ્વિતીય સ્થિતિગત દલીક આકર્ષીને પ્રથમ સ્થિતિનું કરે અને એક અંતર્મુહૂર્ત પર્યત વેદ, ક્રોધના પણ બંધાદિ વિચ્છેદ થયે છતે તે સંબંધી દલીક સમય ન્યૂન ૨ આવલિકા માત્ર કાળે ગુણસંક્રમે સંક્રમવતો ચરમસમયે સર્વ સંક્રમે સંક્રમાવે છે. અહીં ક્રોધનો ક્ષય થાય માનનુ પણ પ્રથમ કિટ્ટીનું પ્રથમ સ્થિતિગત કરેલ દલિક વેદાતુ સમયાધિક આવલિકાનું બાકી રહે તે પછી અનંતર સમયે માનની બીજી કિટ્ટીનું બીજસ્થિતિમાં રહેલું દલીક આકર્ષીને પ્રથમ સ્થિતિનું કરે અને સમયાધિક આવલીકા માત્ર શેષ રહે ત્યાં સુધી વેદન કરે. તે પછી અનંતર સમયે માનની ત્રીજી કિટ્ટીનું દ્વિતીય સ્થિતગર્ત દલીક આકર્ષીને પ્રથમ સ્થિતિનું કરે. અને સમયાધિક આવલિકા માત્ર શેષ રહે ત્યાં સુધી વેદન કરે. અને તેજ સમયે માનના બંધ-ઉદય- ઉદીરણાનો એક સાથે વિચ્છેદ થાય છે. અને તેની સત્તાપણ સમય ન્યૂન બે આવલિકાએ બાંધેલ દલીક પુરતી જ રહે છે. બાકીનું દલીક સંજ્વલન માયામાં સંક્રમાવે છે તે પછી સંજવલન માયાની પ્રથમકિટ્ટીનું દ્વિતિય સ્થિતિગત દલીક આકર્ષીને પ્રથમ સ્થિતિગત કરે અને ૧ અંતર્મુહૂર્ત