________________
વિવેચન : ભાગ-૧
૩૩૭
સ્થિતિઘાતાદિનો નાશ કરે. સૂક્ષ્મ સંપરાય અધ્ધા હજી પણ અંતર્મુહૂર્ત પ્રમાણ બાકી હોય ત્યાં મોહનીય કર્મ સિવાય બાકીના કર્મના સ્થિતિઘાતાદિ હોય છે. લોભની સ્થિતિને ઉદય- ઉદીરણા વડે વેદતો સમયાધિક આવલિકા માત્ર બાકી રહે ત્યાં સુધી જાય અને તેને અનંતર સમયે ઉદીરણા વિચ્છેદ થાય. તેથી બાકીના દલીતો ઉદયવડે જ છેલ્લા સમય સુધી વેદાય છે. તે ચરમ સમયે જ્ઞાનાવરણીય૫, દર્શનાવરણીય-૪, અંતરાય-૫, યશનામકર્મ અને ઉચ્ચગોત્ર = ૧ ૬ પ્રકૃતિઓનો બંધ વિચ્છેદ થાય છે. અને મોહનીયકર્મના ઉદય અને સત્તાનો વિચ્છેદ થાય છે. એની સાથે જ ૧૦મા સૂક્ષ્મ સંપરાય નો પણ વિચ્છેદ થાય છે. વિચ્છેદ થતાં જીવ ક્ષાયિક ચારિત્રની પ્રાપ્તિ કરે છે અને ૧૨ મા ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે. ત્યાં પણ જ્ઞાનાવરણીય આદિ - ૬ કર્મનો સ્થિતિઘાત આદિને સંખ્યાતા ભાગ સુધી કરે છે. ૧ સંખ્યાતમોભાગ બાકી રહે ત્યારે જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૪, અંતરાય-૫, નિદ્રાદ્ધિક= આ ૧૬ પ્રકૃતિની સ્થિતિ સર્વ અપવર્તનાએ નાશ કરીને ક્ષીણમોહ કષાયના કાળ સરખી કરે છે. નિદ્રાદ્વિકની સ્થિતિ ૧ સમય ન્યૂન કરે. ક્ષીણમોહ કષાયનો કાળ હજી ૧ અંતર્મુહૂર્તનો છે. ત્યાં જ્ઞાનાવરણીય આદિ ૧૬ પ્રકૃતિના સ્થિતિઘાત આદિ વિરામ પામે છે. બાકીની પ્રકૃતિના સ્થિતઘાત આદિ ચાલુ હોય છે. ૧૬ પ્રકૃતિઓ ઉદય - ઉદીરણાએ કરીને સમયાધિક આવલિકા માત્ર બાકી રહે ત્યાં સુધી વેદે છે. તે પછી ઉદીરણાનો નાશ થાય છે.
છેલ્લી આવલિકામાત્ર ઉદયરૂપે જ હોય છે. છેલ્લો સમય બાકી રહે તે પહેલા નિદ્રાદ્ધિક સત્તામાંથી ક્ષય પામે છે. અને છેલ્લા સમયે જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૪, અંતરાય-૫ = ૧૪ પ્રકૃતિનો સત્તામાંથી ક્ષય થાય છે. અનંતર સમયે જીવ કેવલજ્ઞાન પામે છે. તથા સયોગી કેવલી ગુણસ્થાનકે જીવ આવ્યો કહેવાય છે. સયોગી કેવલી ગુણસ્થાનકનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૯ વર્ષ ન્યૂન પૂર્વક્રોડવર્ષ ૬ માસથી અધિક આયુષ્યવાળા કેવલી ભગવંતો કેવલી સમુદ્યાત અવશ્ય કરે, બાકીના કેવલી ભગવંતો કેવલી સમુદ્દાત કરે અથવા ન પણ કરે. જે કેવલીને વેદનીય આદિ આયુષ્ય કર્મની વણા અધિક - ઓછી હોય તે સમ કરવાને માટે સમુઘાત કરે છે. એ સમુદ્યાત ૮ સમયનો હોય છે.
-કેવલી સમુદ્યાતનું વર્ણન :પહેલા સમયે આત્મપ્રદેશોનો અધઃ- અને ઉર્ધ્વ લોકાન્ત સુધી દંડ કરે