________________
૩૩૦
કર્મગ્રંથ-૬
દર્શનાવરણીય-૪, અંતરાય-૫, ૧૪ પ્રકૃતિઓનો ક્ષય થાય છે. ૧૪મા ગુણસ્થાનકના ચિરમ સમયે દેવગતિ સાથે બંધ છે જેનો એવી ૧૦ પ્રકૃતિ ક્ષય પામે છે. તથા વિપાકરહિત નામકર્મની ૪૫ પ્રકૃતિ-નીચગોત્ર અને વેદનીયની ૧ પ્રકૃતિ ક્ષય પામે છે. ll૮૩ "
બાકી રહેલ ૧ વેદનીય-મનુષ્ય આયુષ્ય-ઉચ્ચગોત્ર અને નામકર્મની ૯ પ્રકૃતિ અયોગી તીર્થકર, અયોગી ગુણસ્થાનકના છેલ્લા સમયે ક્ષય કરે છે. અને સામાન્ય કેવલી નામર્કમની ૮ પ્રકૃતિનો ક્ષય કરે છે. ૮૪
મનુષ્યગતિ-પંચેન્દ્રિયજાતિ-ત્રસબાદર-પર્યાપ્ત-સુભગ-આદેય - યશ અને જિનના નામની ૯ પ્રકૃતિઓ હોય છે. II૮૫
મતાંતરે મનુષ્યઆનુપૂર્વી સહિત આયોગી ગુણસ્થાનકના છેલ્લા સમયે ૧૩ પ્રકૃતિઓ સત્તામાં હોય છે તે ઉત્કૃષ્ટથી જાણવું જઘન્યથી જિનનામ વિના ૧૨ પ્રકૃતિઓ જાણવી ૮૬ll
મનુષ્યગતિ સાથે ઉદય છે જેનો, એવી ભવવિપાકી, ક્ષેત્રવિપાકી, અને જીવવિપાકી ૧ વેદનીય-ઉચ્ચગોત્ર-ભવ્યસિધ્ધિક જીવને છેલ્લે સમયે ક્ષય પામે છે. દશા
કર્મક્ષય થયા પછી એકાંત શુધ્ધ- સંપૂર્ણ સાંસારીક સુખના શિખરતુલ્ય રોગરહિત ઉપમારહિત-નાશરહિત-બાધારહિત-સ્વાભાવીક, તથા ત્રણરત્નના સારભૂત એવા મોક્ષના સુખને સિધ્ધિગતિમાં ગયેલાજીવો અનુભવે છે. વિશેષાર્થ - ક્ષપક શ્રેણીનું સ્વરૂપ
ક્ષપક શ્રેણીના બે ભેદ છે. (૧) સંપૂર્ણ ક્ષપક શ્રેણી કે જે દર્શન મોહનીયકે ચારિત્ર મોહનીય પ્રકૃતિઓનો ક્ષય કરીને ક્ષાયિક ચારિત્ર પ્રાપ્ત કરી કેવલજ્ઞાન પામી સિધ્ધિગતિમાં જવું તે () ખંડ ક્ષપકશ્રેણી - અનતાનુબંધી ૪ કષાય તથા દર્શન મોહનીય ૩ પ્રકૃતિઓ આ ૭ પ્રકૃતિઓનો ક્ષયકરી અટકી જવુંતે.
આ ૭ પ્રકૃતિઓનો ક્ષય કરી ૨ કારણોથી જીવ અટકે છે. ૧) ક્ષાયિક સમકિત પામતાં પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકે આયુષ્યનો બંધ કરેલ હોય તેને પૂર્વબધ્ધ આયુષ્ક કહેવાય છે. ૨) આયુષ્ય અબંધક હજી સુધી એકે આયુષ્યનો બંધ કર્યો નથી અને ક્ષયોપક્ષમ સમક્તિના કાળમાં જિનનામની નિકાચના કરેલી હોય અને પછી ક્ષાયિક સમકિત પામે એ જિનનામની નિકાચના બીજુ કારણ ગણાય છે.