________________
૩૧૪
-
કર્મગ્રંથ-૬
I
-
આ ઉપશમ સમક્તિથી જીવ ઉપશમશ્રેણી પ્રાપ્ત કરી શકતો નથી આ ઉપશમ સમક્તિ ૪ થી ૭ ગુણસ્થાનકમાં હોઈ શકે છે આનો કાલપૂર્ણ થતા સમ્યકત્વ મોહનીયના પૂંજનો જીવને ઉદય થાય ત્યારે ક્ષયપામસમક્તિ પ્રાપ્ત થાય છે. આ સમક્તિના કાળમાં અનંતાનુબંધી ૪ કષાય અને ૩ દર્શનમોહનીય એમ ૭ પ્રકૃતિઓ ક્ષયોપક્ષમ ભાવે હોય છે. આ ક્ષયપક્ષમ સમક્તિી જીવ ૪ થી ૭ ગુણસ્થાનકમાં ઉપશમ શ્રેણીનું ઉપશમ સમક્તિ પ્રાપ્ત કરવા માટે અનંતાનુબંધી ૪ પ્રકૃતિનો સર્વથા ઉપશમ કરવા પ્રયત્ન કરે છે. ત્યાર બાદ મિથ્યાત્વ મોહનીય પછી મિશ્રમોહનીય અને પછી સમ્યકત્વ મોહનીયને ઉપશમાવવાનો પ્રયત્ન કરે છે જ્યારે આ સાતે પ્રકૃતિનો સર્વથા ઉપશમ થાય એટલે કે વિપાકોદય કે પ્રદેશોદયનો અભાવ થાય ત્યાર પછી ચારિત્ર મોહનીયની પ્રકૃતિઓ ઉપશમાવવા માટેનો પ્રયત્ન કરે છે.
અનંતાનુબંધી ૪ કષાયની ઉપશમનાનું વર્ણન - ૪ થી ૭ ગુણસ્થાનકમાં વિદ્યમાન, કોઈપણ યોગે વર્તતો, શુભલેશ્યા (તેજો- પા અને શુકુલ) સાકાર ઉપયોગી, એટલે કે જ્ઞાનના ઉપયોગમાં રહેલો અંતઃ કોટાકોટી સાગરોપમની સ્થિતી વાળો, વિશુધ્ધચિત્તવાન, સર્વશુભ પ્રકૃતીને બાંધનારો, અશુભ પ્રકૃતીઓનો ૪ ઠાણીયા રસને બદલે ૨ ઠાણીયો રસ કરનારો, શુભ પ્રકૃતીઓનો ૨ ઠાણીયા રસને બદલે ૪ ઠાણીયો રસ કરનારો, પૂર્વના સ્થિતિબંધ કરતાં નવા સ્થિતિબંધોને પલ્યોપમના સંખ્યાતમે ભાગે હીન કરનારો,
આવા અધ્યવસાયઆદિ વાળો જીવ ૧ અંતઃ મુહૂર્ત સુધી એ કાલનો ભોગવટો ' કરી આગળ વધતો ૩ કરણ કરવા માટે ઉદ્યમવંત બને છે.
૧) યથાપ્રવૃતકરણ ૨) અપૂર્વકરણ ૩) અનિવૃત્તીકરણ ૪) ઉપશાંત અધ્ધા
. . જયારે જીવ યથાપ્રવૃતકરણનામના અધ્યવસાયમાં પ્રવેશ કરે ત્યારે ક્રમસર અનંતગુણવિશુધ્ધિ, વધતી વિશુદ્ધીએ પ્રવેશ કરે છે. ત્યાં પૂર્વે બંધાતી શુભ પ્રકૃતીઓનો બંધ કરે, પણ સ્થિતિઘાતાદિક કરતો નથી, કારણ કે ત્યાં પ્રાયોગ્ય વિશુદ્ધિનો અભાવ હોય છે. અત્રે અનેક જીવની અપેક્ષાએ પ્રતિ સમયે અસંખ્યાતા લોકાકાશ પ્રદેશ જેટલા અધ્યવસાય સ્થાનકો હોય છે. જસ્થાન પતિત હોય છે તેનું સ્વરૂપ આ પ્રમાણે