________________
૩૨૦.
કર્મકાંથ-૬
વધારીને ત્રીજી સ્થિતિમાં નાંખે છે. આ રીતે સમયે સમયે વચલી સ્થિતીના દલીકોને ખાલી કરવાનું કાર્ય અનિવૃત્તીકરણનો ૧ આવલિકા જેટલોકાળ બાકી રહે ત્યાં સુધી ચાલે છે. અનિવૃત્તીકરણના કાળનો ૨ આવલિકા જેટલોકાળ બાકી રહે ત્યારે ત્રીજી સ્થિતિમાં નંખાતા દલિકો બંધ થાય છે. તેને આગાલવિચ્છેદ કહેવાય છે. અને ૧ આવલિકા જેટલો કાળ બાકી રહે ત્યારે પહેલી સ્થિતીમાં આવતાં દલીકો બંધ થાય છે. તેને ઉદીરણા વિચ્છેદ કહેવાય છે.
જયારે આગાલ અને ઉદીરણાવિચ્છેદ થાય છે ત્યારે બીજી એટલે વચલી સ્થિતિમાં મિથ્યાત્વનું એકપણ દલીક સત્તાગત હોતુ નથી મિથ્યાત્વના દલીકની સત્તાવિનાનું જે અંતર્મુહૂર્ત તેને અંતરકરણ કહેવાય છે. ' અનિવૃત્તીકરણની છેલ્લી આવલીકા મિથ્યાત્વના ઉદયવાળી સંપૂર્ણ ભોગવાઈ જાય ત્યારે જીવ અંતરકરણમાં પ્રવેશ કરે છે આ અંતરકરણમાં પ્રવેશ થાય ત્યારે મિથ્યાત્વના દલીકની ઉપશમના થયેલી હોય છે તેને જીવ ઉપશમ સમક્તિ પામ્યો કહેવાય છે.
આ ઉપશમ સમતિ પામતા કોઈક જીવની સાતેકર્મની સ્થિતિ સત્તા ૪ થા ગુણસ્થાનક કરતાં સંખ્યાત પલ્યોપમ જેટલી ઓછી થયેલી હોય છે ઉપશમ સમક્તિ પામતાની સાથે દેશવિરતીના પરિણામને પણ પામે છે.
કોઈજીવની ઉપશમસમક્તિ પામવાવાળા જીવો કરતાં સંખ્યાતા સાગરોપમ જેટલી સ્થિતી સત્તા સાતેકર્મની ઓછી થયેલી હોય તો ઉપશમ સમક્તિ પામવાની સાથે સર્વવિરતીના પરિણામને પણ પામે છે. ' એજ રીતે ઉપશમ સમતિની સાથે અપ્રમત સર્વવિરતીને પણ પામે છે. આ રીતે અનાદી મિથ્યાત્વી જીવને મિથ્યાત્વની ઉપશમના કરી આ ઉપશમ સમક્તિમાંથી સમ્યકત્વ મોહનીયનો ઉદય થતાં ૪ થી ૭ ગુણસ્થાનકે રહેલા જીવને ક્ષયોપશમ સમક્તિની પ્રાપ્તિ થાય છે. ત્યાં વિશુધ્ધ પરિણામવાળો થયો થકો અનંતાનુબંધીની ઉપશમનાની જેમ યથાપ્રવૃતકરણ-અપૂર્વકરણ અને અનિવૃત્તીકરણને કરે છે. ત્યારબાદ અનિવૃત્તિકરણનો સંખ્યામાં ભાગ ગયા પછી મિથ્યાત્વમોહનીય અને મિશ્રમોહનીયના દલિકની ૧ અંતર્મુહૂર્ત જેટલી સ્થિતિનું અંતરકરણ કરે છે. અને તે દલીકોને સમ્યકત્વ મોહનીયના ભોગવાતા દલીકમાં નાંખે છે. આ રીતે જયારે પ્રયત્ન વિશેષ કરે છે તે વખતે આવલિકામાત્ર જેટલા દલીક સાથે સાથે ઉપશમપણ કરે છે. જયારે મિથ્યાત્વ મોહનીય અને