________________
વિવેચન : ભાગ-૧
૩૧૯
સંક્રમાવે છે. તે અંતર્મુહૂર્ત પછી અનિવૃત્તીકરણના અંતે બાકીના કર્મોનો સ્થિતિઘાત રસઘાત અને ગુણશ્રેણી હોતી નથી આ અનંતાનુબંધીની ક્ષપણા અથવા વિસંયોજના કહેવાય છે.
દર્શનત્રીકની ઉપશમનાનું વર્ણન
મિથ્યાત્વમોહનીયની ઉપશમના પહેલા ગુણસ્થાનકે તથા ચોથા ગુણસ્થાનકે ક્ષયોપશમ સમકિતી જીવો કરે છે તથા મિશ્રમોહનીય અને સમ્યકત્વમોહનીયની ઉપશમના ૪ થી ૭ ગુણસ્થાનકમાં રહેલા ક્ષયોશમ સમકિતીજીવો જ કરે છે. મિથ્યાદ્રષ્ટિજીવો મિથ્યાત્વની ઉપશમના ઉપશમસમક્તિ પામતા કરે છે તે સંજ્ઞીપંચેન્દ્રિય સર્વ પર્યાપ્તીએ પર્યાપ્તો અનંતગુણવિશુધ્ધીએ વધતો અભવ્ય જીવોની અપેક્ષાએ અનંતગુણ વિશુધ્ધી યુક્ત મતિઅજ્ઞાન-શ્રુતજ્ઞાન-વિર્ભાગજ્ઞાન ત્રણે અજ્ઞાનમાંથી કોઈપણ ૧ સાકાર ઉપયોગે વર્તતો જઘન્ય પરિણામે, તેજોલેશ્યાવંત મધ્યમપરિણામે, પઘલેશ્યાવંત ઉત્કૃષ્ટ પરિણામે, શુકુલલેશ્યાવંતઅંતઃકોટાકોટી સાગરોપમની સ્થિતીવાળો ઉપશમસમક્તિ પામવા માટે યથાપ્રવૃત્તકરણ કરે છે. એ યથાપ્રવૃત્તકરણ અનંતાનુબંધીની ઉપશમનાની જેમ જાણવું, ત્યારબાદ અપૂર્વકરણ કરે છે. આ અપૂર્વકરણને વિષે સ્થિતિઘાતરસઘાત-ગુણશ્રેણી અને અપૂર્વસ્થિતિબંધ એ ૪ પદાર્થો હોય છે. પણ ગુણસંક્રમ હોતો નથી આ અપૂર્વકરણના કાળમાં ગાઢ રાગાદિ પરિણામની જે પરિણતી રહેલી છે. તેનો ભેદ થાય છે. એટલે કે ગ્રન્થભેદ થાય છે. રાગાદિ પરિણામ જે ૪ ઠાણીયા રસવાળા હતા તેથી ગ્રન્થભેદ થતા બે ઠાણીયા રસવાળા બને છે. આ રીતે અપૂર્વકરણનો કાળ પૂર્ણ થાય છે. ત્યાર બાદ અનિવૃત્તીકરણમાં પ્રવેશ કરે છે. એ અનિવૃત્તીકરણ કાળમાં ઘણા સંખ્યાતા ભાગ ગયે છતે ૧ સંખ્યાતમોભાગ બાકી રહે છતે સત્તામાં રહેલા મિથ્યાત્વના દલિકનું અંતઃકરણ કરે છે. આ અંતઃકરણ એટલે સત્તામાં રહેલી મિથ્યાત્વની જે સ્થિતી છે તેના ત્રણ વિભાગ કરે છે. પહેલો વિભાગ ૧ અંતર્મુહૂર્તની સ્થિતિનો જે અનિવૃત્તીકરણ કહેવાય છે. બીજો ૧ અંતર્મુહૂર્તની સ્થિતિનો જે વચલી બીજી સ્થિતી કહેવાય છે. અને ત્રીજી સ્થિતી અંતઃ કોટાકોટી સાગરોપમની સત્તાવાળી હોય છે.
આ અનિવૃત્તીકરણના સંખ્યાતાભાગ ગયે છતે બીજી સ્થિતિમાં રહેલા મિથ્યાત્વના દલાકની સ્થિતિ ઘટાડી ઘટાડી પહેલી સ્થિતિમાં લાવીને ભોગવે છે. જે દલિકની સ્થિતિ ઘટે તેવી નથી તે દલિકોને ઉધવર્તનાકરણ દ્વારા સ્થિતિ