________________
વિવેચન : ભાગ-૧
- ૩૧૭
અસંખ્યાતગુણ અસંખ્યાતગુણ ક્રમપૂર્વક નાંખે છે તે આ પ્રમાણે
પહેલા સમયે થોડું, બીજા સમયે અસંખ્યાતગુણ, ત્રીજા સમયે અસંખ્યાતગુણ એમ યાવતુ છેલ્લા સમય સુધી કહેવું. આ અંતર્મુહુર્ત - અપૂર્વકરણ અને અનિવૃતીકરણના કાળ થકી થોડુક અધિક જાણવુ આ પ્રમાણે પહેલા સમયે ગ્રહણ કરેલા દલીકનો નિક્ષેપવિધિ જાણવો, આ રીતે બીજા આદિ સમયને વિષે પણ દલીક નિક્ષેપવિધિ કહેવો. પહેલા સમયે ગુણશ્રેણી રચવા માટે જે દલીકગ્રહણ કરે તે સૌથી થોડા હોય. અને બીજા સમયે અસંખ્યાત ગુણ અધિક જાણવા. ત્રીજા સમયે અસંખ્યાત ગુણ અધિક જાણવા. એમ યાવતુ, ગુણશ્રેણીકરણના ચરમસમય સુધી જાણવું
અપૂર્વકરણના સમયો અને અનિવૃત્તીકરણના સમયો અનુક્રમે ગુણશ્રેણીના દલિકનો નિક્ષેપ અસર-પરસ શેષ શેષને વિષે હોય, તેનાથી ઉપર ન વધે અર્થાત તે દલિકો ઉપર ન જાય અને ગુણશ્રેણી કહેવાય છે.
ગુણસંક્રમ:- અપૂર્વકરણના પહેલા સમયે અનંતાનુબંધી આદિ અશુભ પ્રકૃતિઓના દલિકો પર પ્રકૃતિને વિષે (એટલે કે બીજી પ્રકૃતિઓને વિષે) જે સંક્રમ થાય તે સૌથી થોડુ હોય, બીજે સમયે પરપ્રકૃતિને વિષે જે દલીક સંક્રમ થાય તે પહેલા સમયકરતા અસંખ્યાતગુણ અધિક હોય, ત્રીજા સમયે જે દલિક સંક્રમ પામે છે તે બીજા સમય કરતા અસંખ્યાતગુણ અધિક હોય, આ રીતે અસંખ્ય ગુણ અધિક અધિક અપૂર્વકરણના છેલ્લા સમય સુધી જાણવું તેને ગુણસંક્રમ કહેવાય
અપૂર્વસ્થિતિબંધ:- અપૂર્વકરણના પહેલા સમયે નવો સ્થિતિબંધ શરૂ કરે તે યથાપ્રવતકરણના છેલ્લા સમયે જે સ્થિતિબંધ હતો તેના કરતા અસંખ્યગુણહીન આ સ્થિતિબંધ હોય છે આ રીતે દરેક સમયે નવા નવા આવા અપૂર્વ સ્થિતિબંધ કરે છે તેને અપૂર્વસ્થિતિ બંધ કહેવાય છે. - આ પાંચેય પદાર્થો અપૂર્વકરણના પહેલા સમયથી એક સાથે શરૂ થાય અને અપૂર્વકરણના છેલ્લા સમયે એકસાથે પૂર્ણ કરે છે. એ પૂર્ણ થતા અપૂર્વકરણ સમાપ્ત થાય છે.
અનિવૃત્તીકરણ આ કરણને વિષે પ્રવેશ કરેલા જીવો જે જે સમયે રહેલા હોય તે સમયથી