________________
૩૧૮
કર્મગ્રંથન
દરેક જીવોને વિશુધ્ધિ એકસરખી હોય છે. એટલે કે ભૂત-ભાવિ અને વર્તમાન ત્રણેકાળમાં અનિવૃત્તીકરણના જે સમયે જે જીવો રહેલા હોય તે દરેકની વિશુધ્ધિ એક સરખી જાણવી. આ વિશુધ્ધિ અનિવૃત્તીકરણના છેલ્લા સમય સુધી જાણવી. પણ પહેલા સમયની વિશુધ્ધિની અપેક્ષાએ બીજા સમયની વિશુધ્ધિ અનંતગુણ અધિક હોય છે. તેના કરતા ત્રીજા સમયની અનંતગુણ હોય છે. આ રીતે વિશુદ્ધિ છેલ્લા સમય સુધી જાણવી.
આ અનિવૃત્તીકરણમાં પણ પહેલા સમયથી સ્થિતિઘાત-રસઘાત વિગેરે પાંચે પદાર્થો સમકાળે હોય છે. અનિવૃત્તીકરણના ઘણા સંખ્યાતાભાગ ગયે છતે અને એકભાગ બાકી રહે છતે, અનંતાનુબંધીના એક આવલિકા જેટલા દલીકમૂકીને અંતર્મુહૂર્ત પ્રમાણ અંતરકરણ કરે છે. અપૂર્વસ્થિતિબંધ કાળ પ્રમાણ અંતરકરણ અંતર્મુહૂર્તનું કરે.
અંતરકરણનું દલીક નાશ કરવા માટે બધ્યમાન પર પ્રકૃતિને વિષે તે વખતે પ્રથમસ્થિતીનું દલીક આવલિકામાત્ર હોય તે વેદ્યમાન. ભોગવાતી પર પ્રકૃતિને વિષે સ્તી બુક સંક્રમવડે સંક્રમાવે તે અંતરકરણ કીધે થકે બીજે સમયે અનંતાનુબંધીનું ઉપરની સ્થિતીનું દલીક ઉપશમાવવા માંડે તે આ રીતે. પહેલે સમયે થોડું ઉપશમાવે. બીજે સમયે અસંખ્યાતગુણ ઉપશમાવે. ત્રીજે સમયે અસંખ્યાતગુણ ઉપશમાવે એમ યાવતુ એક અંતર્મુહૂર્ત સુધી ઉપશમાવે. આટલા કાળની અંદર અનંતાનુબંધી કષાય ઉપશમિત થાય. ઉપશમિત એટલે સંક્રમ - ઉદય-ઉદીરણાનિધ્ધત અને નિકાચનાને અયોગ્ય થાય, એટલે કે ઉપશમ થયેલું દલીક સંક્રમપામે નહિ. ઉદયમાં આવે નહિ, ઉદીરણા થાય નહિ, નિસ્બત અને નિકાચના પણ બનતી નથી.
કેટલાક આચાર્યોને મતે અનંતાનુબંધીની ઉપશમના ઉપશમશ્રેણીમાં હોતી નથી, પણ વિસંયોજના (ક્ષપણાજ) હોય છે. તે વિસંયોજના આ રીતે જાણવી. ચારેગતિના સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તાજીવો, ૪થી ૭ ગુણસ્થાનમાં રહેલા ક્ષયોપશમ સમક્તિી જીવો અનંતાનુબંધી ૪ કષાયની ક્ષપણા કરવાનો પ્રયત્ન કરે છે. તેમાં પહેલાની જેમ એટલે કે ઉપશમનાની જેમ યથાપ્રવૃતકરણ-અપૂર્વકરણ અનિવૃત્તીકરણ, કરે પણ અંતરકરણ કરતા નથી, પણ ઉદૃવલના સંક્રમે કરીને છેલ્લા એક આવલિકા જેટલા દલિકો મુકીને બાકી બધા દલીકોનો નાશ કરે છે. આવલિકા માત્ર જે દલિક છે તે સ્ટિબુક સંક્રમ કરીને વેદાતી પ્રકૃતિઓને વિષે