________________
૩૨૬
કર્મગ્રંથો
.
.
.
.
. .
.
.
.
ના -1
. એ.
અહીં અનંતાનંત પરમાણુથી બનેલા સ્કંધોને જીવ કર્મપણે ગ્રહણ કરે છે. તેનાં ૧-૧ સ્કંધમાં જે સર્વથી જઘન્યરસ કેવળીની બુધ્ધિ વડે છેદતો સર્વજીવ થકી અનંતગુણ રસના અણુઓને આપે તેવા જઘન્યરસવાળા કેટલાક પરમાણુઓનો સમુદાય તેને વર્ગણા કહેવાય છે. તેવા જઘન્યરસ કરતાં ૧રસાણ અધિક પરમાણુનો સમુદાય તે બીજી વર્ગણા કહેવાય છે. તેના કરતા ૧ રસાણ અધિક પરમાણુનો સમુદાયને ત્રીજી વર્ગણાકહેવાય છે. અને ઉત્તરોત્તર ૧-૧ રસાણુઅધિક પરમાણુઓના સમુદાયરૂપ જે વર્ગણાઓ થાય તે સિધ્ધના અનંતમે ભાગે અને અભવ્યથી અનંતગુણ વર્ગણાઓનો સમુદાય થાય ત્યારે ૧ સ્પેધક બને છે.
ઉત્તરોત્તર વૃધ્ધિવડે જાણે સ્પર્ધા કરતી હોય તેવી પરમાણુની વર્ગણા તે સ્પર્ધક કહેવાય છે.
પ્રથમ સ્પર્ધકની છેલ્લી વર્ગણાના રસાણુઓ કરતાં આગળ ઉત્તરોત્તર ૧૧ રસાણુઓ વાળા પરમાણુઓ હોતા નથી પરંતુ સર્વજીવ કરતાં અનંતગુણ રસાણુઓ વાળા પરમાણુઓ હોય છે. તેવા રસવાળા પરમાણુઓનો સમુદાય તે બીજા સ્પર્ધકની પહેલી વર્ગણા કહેવાય છે. તે પછી પૂર્વોકત રીતે ૧-૧પરમાણુઓની અધિક રસાણુઓની પરમાણુ કરતાં બીજું સ્પર્ધક જાણવુ એવા અનંતા સ્પર્ધકો હોય છે એવા અનંતા સ્પર્ધકો જીવે કરેલા છે તેથી તે પૂર્વસ્પર્ધકો કહેવાય છે.
આ પૂર્વ સ્પર્ધકો મધ્યેથી સમયે સમયે દલીક ગ્રહણ કરી અને અત્યંત રસહીન કરીને અપૂર્વ સ્પર્ધકો કરે છે. આને અશ્વકરણ અધ્યાકાળ કહેવાય છે. કિટ્ટીકરણ અધ્ધાનું વર્ણન :
અશ્વકરણ અધ્ધાનોકાળ પૂર્ણથયે છતે જીવ કિટ્ટીકરણ અધ્ધામાં પ્રવેશ કરે છે.
આ કિટ્ટીકરણ અધ્ધાના કાળમાં પૂર્વ સ્પર્ધક અને અપૂર્વસ્પર્ધક થકી દલીક ગ્રહણ કરીને સમયે સમયે અનંતકિટ્ટી એટલે પૂર્વ સ્પર્ધક અને અપૂર્વ સ્પર્ધક થકી વર્ગણાઓ ગ્રહણ કરીને તેને અનંતગુણ રસહીનતા પમાડીને મોટા મોટા અંતરે સ્થાપના કરવી તે કીટ્ટીકરણ અધ્ધા કહેવાય છે. અસત્ કલ્પનાથી અનંતાનંત રસાણુઓને ૧૦૧ અથવા ૧૦૨ ની સંખ્યા સ્થાપવી તેમાંથી ૫-૧૫ આદિ પરમાણુઓ રાખવા તે કિટ્ટીકરણ અધ્ધાકાળ કહેવાય છે. •