________________
૩૨૪
કર્મગ્રંથ
પહેલી સ્થિતિ ક્ષીણ થયેલી હોય છે. ત્યારપછી અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીયા અને સંજવલન ૩ પ્રકારના ક્રોધને ઉપશમાવવા માટેની શરૂઆત કરે. જ્યારે સંજવલનોધની પ્રથમ સ્થિતિ સમયગૂન ત્રણ આવલિકા બાકી રહે ત્યારે અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય ક્રોધનું દલીક સંજવલન ક્રોધમાં ન નાંખતા સંજવલન માન આદિકષાયમાં નાંખે છે. ૨ આવલીકા બાકી રહે ત્યારે આગાલ વિચ્છેદ થાય છે. ૧ આવલિકા બાકી રહે ત્યારે સંજવલન ક્રોધના બંધ-ઉદયઉદીરણાનો વિચ્છેદ થાય છે. તે વખતે અપ્રત્યાખ્યાનય તથા પ્રત્યાખ્યાનીય ક્રોધનો ઉપશમ થાય છે. એ વખતે ૧૬+ ૨ ૧૮ પ્રકૃતિનો ઉપશમ થયો. જયારે આ બે નો ઉપશમ થાય છે ત્યારે સંજવલન ક્રોધની પ્રથમ સ્થિતીની ૧ આવલીકા અને સમયપૂન બે આવલિકા કાળે બાંધેલ ઉપરની સ્થિતિનું દલીકવર્જી બાકીનું સઘળું ઉપશમ થયેલું હોય છે.
તે પછી પ્રથમ સ્થિતિગત ૧ આવલીકાને સિબુક સંક્રમ વડે સંજવલન માનને વિષે નાંખે છે. સમયપૂન બે આવલીકાનું બાંધેલ દલીક પુરૂષવેદ ઉપશમાવવાના વખતે કહેલ પ્રકારે ઉપશમાવે છે. તથા પર પ્રકૃતિને વિષે સંક્રમાવે છે. આ રીતે સમય ન્યૂન બે આવલિકા કાળે સંજવલન ક્રોધ ઉપશાંત થાય છે. તે વખતે ૧૯ પ્રકૃતિઓનો ઉપશાંત થયો જાણવો
જે સમયે સંજવલન ક્રોધમાં બંધ-ઉદય-ઉદીરણાનો વિચ્છેદ થાય તે પછી સંજવલન માનની બીજી સ્થિતિ સંબંધી દલીકને આકર્ષીને પ્રથમ સ્થિતિ કરે છે અને વેદે છે ત્યાં પહેલા સમયે થોડું બીજા સમયે અસંખ્યગુણ, ત્રીજા સમયે અસંખ્યગુણ, એમ સમયે સમયે અસંખ્ય ગુણ દલીક પ્રથમસ્થિતિના છેલ્લા સમય સુધી નાંખે.
પહેલી સ્થિતિના પહેલા સમયથી જ અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનીય માનને ઉપશમાવવા માંડે. સંજવલનમાનની પ્રથમ સ્થિતિ સમયજૂન ૩ આવલિકા બાકી રહે ત્યારે, અપ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય માનનું દલીક સંજવલન માનમાં નાંખે નહિ પણ સંજવલન માયા વિ. માં નાંખે
ર આવલિકા બાકી રહે ત્યારે આગાલ વિચ્છેદ થાય છે. ૧ આવલિકા બાકી રહે ત્યારે સંજવલન માનનો બંધ -ઉદય-ઉદીરણાનો વિચ્છેદ થાય છે. અને તે વખતે અપ્રત્યાખ્યાનીય માન, પ્રત્યાખ્યાનીય માનનો ઉપશમ થાય છે. તે વખતે સંજવલનમાનની પ્રથમ સ્થિતિની ૧ આવલિકાને સમયચૂર આવેલીકાનું