________________
કર્મગ્રંથ-૬
સંજવલન ક્રોધના ઉદયે ઉપશમશ્રેણી શરૂ કરે તેને અપ્રત્યાખ્યાનીય ક્રોધ અને પ્રત્યાખ્યાનીય ક્રોધ નો ઉપશમ ન થાય ત્યાં સુધી સંજવલન ક્રોધનો ઉદય હોય છે. સંજવલનમાન ના ઉદયે ઉપશમ શ્રેણી શરૂ કરે તે જીવોને અપ્રત્યાખ્યાનીય તથા પ્રત્યાખ્યાનીય માનનો ઉપશમ ન થાય ત્યાં સુધી સંજવલનમાંનનો ઉદય હોય છે. સંજવલન માયાના ઉદયે ઉપશમશ્રેણી શરૂ કરે એ જીવોને જ્યાં સુધી અપ્રત્યાખ્યાનીય તથા પ્રત્યાખ્યાનીય માયાનો ઉપશમ ન થાય ત્યાં સુધી સંજવલન માયાનો ઉદય હોય છે. સંજવલનલોભના ઉદયે ઉપશમશ્રેણી શરૂ કરે એ જીવોને જયાં સુધી અપ્રત્યાખ્યાનીય તથા પ્રત્યાખ્યાનીય લોભનો ઉપશમ ન થાય ત્યાં સુધી સંજવલન બાદર લોભના ઉદય હોય છે. આ રીતે અંતરકરણના ઉપરના ભાગોની અપેક્ષાએ સમ=સરખા અને નીચેના ભાગોની અપેક્ષાએ વિષમ હોય છે. અહીં જેટલાકાળે સ્થિતિખંડનો ઘાત કરે અથવા અન્ય સ્થિતિ બંધ કરે એટલા કાળે અંતરકરણ પણ કરે આ ત્રણે એકસાથે આરંભે અને સાથે જ પૂર્ણ કરે અંતરકરણ સંબંધી દલિકનો પ્રક્ષેપ વિધિ આ પ્રમાણે
૩૨૨
૧) જે કર્મનો બંધ અને ઉદય એક સાથે વર્તતા હોય એકર્મના અંતરકરણ સંબંધી દલીક પહેલી અને બીજી બન્ને સ્થિતિમાં નાંખે છે. જેમ કે પુરૂવેદના ઉદયે ઉપશમશ્રેણી પ્રાપ્ત કરનાર જીવને પુરૂષવેદનો બંધ અને ઉદય બન્ને હોવાથી તેના અંતરકરણ સંબંધી દલીકો પહેલી અને બીજી બે સ્તિતિમાં નાંખે છે. ૨) જે કર્મનો એકલો ઉદય જ હોય પણ બંધ ન હોય તેના અંતરકરણ સંબંધી દલીકો પહેલી સ્થિતીમાં જ નાંખે છે જેમ કે સ્ત્રીવેદ ઉદયે ઉપશમ શ્રેણી શરૂ કરનારને સ્ત્રીવેદનો ઉદય હોય છે પણ બંધ હોતો નથી તે કારણથી તેના અંતરકરણ સંબંધી દલીકો પહેલી સ્થિતિમાં નાંખે છે.
૩) જે કર્મનો ઉદય નથી પણ ફક્ત બંધ છે તેના અંતરકરણ સંબંધી દલીકો બીજી સ્થિતિમાંજ નાંખે છે જેમ કે સંજવલન ક્રોધના ઉદયે ઉપશમશ્રેણી પ્રાપ્ત કરનાર જીવને બાકીના ૩ કષાયનો ઉદયવિના બંધ હોવાથી તેના અંતરકરણના દલીકોને બીજી સ્થિતિમાં નાંખે છે.
૪) જે કર્મનો બંધ અને ઉદય નથી તેના અંતરકરણના દલીકો પર (બીજી) પ્રકૃતિમાં નાંખે છે. જેમ કે બીજા અપ્રત્યાખ્યાનીયકષાય અને ત્રીજા પ્રખ્યાખ્યાનીય કષાયના અંતરકરણના દલીકો. આ કષાયોનો બંધ અને ઉદય ન હોવાથી આના દલીકો પર પ્રકૃતિરૂપ સંજવલન કષાયમાં નાંખે છે. આ અનિવૃત્તીકરણના કાળમાં