________________
૩૨૧
વિવેચન : ભાગ-૧
મિશ્રમોહનીયના દલીકો ઉપશમને પામે ત્યારે ભોગવાતા સમ્યકત્વ મોહનીયના દલીકોને ભોગવીને ક્ષય કરે છે તે ક્ષયથાય ત્યારે દર્શનમોહનીયની ત્રણે પ્રકૃતિની ઉપશમના થાય છે.
આ દર્શનમોહનીયની ત્રણ પ્રકૃતિની ઉપશમના થઈ કહેવાય છે. ચારિત્રમોહનીયની પ્રકૃતિઓની ઉપશમનાનું વર્ણન
આ ઉપશમ સમક્તિી જીવ વિશુધ્ધ અધ્યવસાય વાળો થયો થકો ચારિત્ર મોહનીયને ઉપશમાવવા માટે ફરીથી પાછા યથાપ્રવૃત્ત આદિ ત્રણ કરણ કરે છે. તેમાં અપ્રમત ગુણસ્થાનકે યથાપ્રવૃત્તકરણ જાણવું અપૂર્વકરણ ગુણસ્થાનકે અપૂર્વકરણ જાણવું, નવમા અનિવૃત્તીકરણ ગુણસ્થાનકે અનિવૃત્તીકરણ જાણવું, અપૂર્વકરણે સ્થિતિઘાતાદિ પહેલાની જેમ જાણવા, પણ તેમાં વિશેષ એ છે કે નહીં બંધાતી સર્વ અશુભ પ્રકૃતિનો ગુણસંક્રમ પણ હોય છે.
અપૂર્વકરણ ગુણથાનકનો સંખ્યાતમોભાગ ભોગવાઈ જાય ત્યારે નિદ્રા દ્વિક પ્રકૃતિનો બંધ વિચ્છેદ થાય છે. પછી સંખ્યાતાભાગ એટલે કે હજારો સ્થિતિખંડપૂર્ણ થાય ત્યારે નામર્કમની દેવગતિઆદિ બંધાતી ૩૦ પ્રકૃતિઓનો બંધ વિચ્છેદ થાય છે. ત્યાર પછી સ્થિતિખંડ પૃથ એટલે કે સંખ્યાતાભાગ ગયે છતે અપૂર્વકરણના છેલ્લા સમયે મોહનીયકર્મની હાસ્ય-રતિ ભય-શોક એ ૪ પ્રકૃતિઓનો બંધ વિચ્છેદ થાય છે. તેની સાથે હાસ્યાદિ ૬ નો ઉદય વિચ્છેદ થાય છે. તેની સાથે સર્વકર્મના દેશઉપશમના નિષ્પતિ તથા નિકાચનાકરણ વિચ્છેદ પામે છે. આટલું જીવ કરે ત્યારે અપૂર્વકરણ ગુણસ્થાન પૂર્ણ થાય છે. ત્યારપછી જીવ અનિવૃત્તીકરણમાં પ્રવેશ કરે છે. અહિંયા સ્થિતિઘાતઆદિ પાંચે પદાર્થો અપૂર્વકરણની જેમ જાણવા.....અનિવૃત્તીકરણના સંખ્યાતાભાગ પૂર્ણ થાય ત્યારે ચારિત્ર મોહનીયની ૨૧ પ્રકૃતિઓનું અંતરકરણ કરે છે. ત્યાં વિદ્યમાન એટલે વેદાતો સંજવલન ૪ કષાય માંહેનો ૧ કષાય અને ૩ વેદ માંહેથી કોઈપણ ૧ વેદની સ્થિતિ તે પ્રથમ સ્થિતિ પોતાના ઉદયકાલ પ્રમાણ જાણવી. બાકીના ૧૧ કષાય અને ૮ નોકષાયની પ્રથમ સ્થિતી ૧ આવલિકા પ્રમાણ હોય છે. અત્રે સ્ત્રીવેદ અને નપુંસકવેદનો ઉદયકાળ સંખ્યાત ગુણો હોય છે. તેના કરતા સંજવલનક્રોધનો વિશેષાધિક, તેના કરતાં સંજવલનમાનનો વિશેષાધિક, તેના કરતાં સંજવલન માયાનો વિશેષાધિક, તેના કરતાં સંજવલન લોભનો વિશેષાધિક હોય છે.