________________
૩૧૬
કર્મગ્રંથ-૬
યથાપ્રવૃતકરણના છેલ્લા સમયની ઉત્કૃષ્ટ વિશુધ્ધિથી અનંતગુણી અધિકવિશુધ્ધિ જાણવી. તેના કરતાં પહેલા સમયની ઉત્કૃષ્ટવિશુધ્ધિ અનંતગુણી હોય છે. તેના કરતા બીજા સમયની જઘન્યવિશુધ્ધિ અનંતગુણી હોય છે. તેના કરતા બીજા સમયની ઉત્કૃષ્ટ વિશુધ્ધિ અનંતગુણી હોય છે. તેના કરતા ત્રીજા સમયની જઘન્ય વિશુધ્ધિ અનંતગુણી હોય છે. તેના કરતા ત્રીજા સમયની ઉત્કૃષ્ટ વિશુધ્ધિ અનંતગુણી હોય છે. આ રીતે પ્રતિસમય જઘન્ય અને ઉત્કૃષ્ટ અનંતગુણ અનંતગુણવિશુધ્ધિ અપૂર્વકરણના છેલ્લા સમય સુધી જાણવી
આ અપૂર્વકરણના પ્રથમ સમયથી જ ૧) સ્થિતિઘાત ૨) રસઘાત ૩) ગુણશ્રેણી ૪) ગુણસંક્રમ ૫) અપૂર્વસ્થિતિબંધ આ પાંચે પદાર્થો એક સાથે શરૂ થાય છે.
સ્થિતિઘાત - જે સ્થિતિ સત્તામાં રહેલી છે. તે સ્થિતિબંધકર્મના શરૂઆતના ભાગ થકી ઉત્કૃષ્ટ પણે સેંકડો સાગરોપમ પ્રમાણ અને જઘન્યથી પલ્પોયમના સંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિખંડને ખડે છે. (અર્થાત ઉકેલે છે.) જે સ્થિતિ ઉકેલાતી નથી તે સ્થિતિમાં ઉકેલાતી સ્થિતિનું દલીયું નાંખે. ફરીથી અંતર્મુહુર્ત કાલે બીજુ સ્થિતિખંડ ઉકેલે તેનું દલીક નહીં ઉકેલાતી સ્થિતિમાં નાંખે, પછી ત્રીજી સ્થિતિખંડ પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણનું ઉકેલે અને તેનું દિલીકપણ નહીં ઉકેલાતી સ્થિતિમાં નાંખે. આ રીતે હજાર સ્થિતિખંડને ઉકેલી ઉકેલીને અપૂર્વકરણના પહેલા સમયે જે સ્થિતિ હતી તેના કરતા છેલ્લા સમયે સખ્યાતગુણહીન સ્થિતિ થાય છે અને સ્થિતિઘાત કહેવાય છે.
રસઘાત :- અશુભપ્રકૃતીઓનો જે રસ રહેલો છે તેનો અનંતમો ભાગ રાખીને, બાકીના રસના ભાગોને એક અંતર્મુહુર્તમાં નાશ કરે છે. ત્યારબાદ જે અનંતભાગ બાકી છે. તેનો અનંતમોભાગ બાકી રાખી એક અંતર્મુહુર્તમાં બીજા રસનો નાશ કરે છે. હવે જે અનંતમો ભાગ બાકી રહ્યો છે તેના અનંતમા ભાગ
જેટલો રસ બાકી રાખી બાકીનો રસ એક અંતર્મુહુર્તમાં નાશ કરે છે. આ રીતે - ૧ સ્થિતીખંડને વિષે હજાર રસના ખંડો થાય છે. આ રીતે હજાર સ્થિતીખંડોને વિષે દરેકમાં હજાર હજાર રસખંડો થતા અપૂર્વકરણ પૂર્ણ થાય છે.
ગુણશ્રેણી - અંતર્મુહુર્ત પ્રમાણ સ્થિતીની ઉપર જે સ્થિતીઓ રહેલ તેમાંથી દલીકો લઈ લઈને ઉદયાવલીકાની ઉપરની સ્થિતીને વિષે પ્રતિસમયે