________________
વિવેચન : ભાગ-૧
૩૧૫ - જો હીનઅધ્યવસાય હોય તો ૧) અનંતભાગહીનર) અસંખ્યાત ભાગહીન ૩) સંખ્યાતભાગહીન ૪) સંખ્યાતગુણહીન પ) અસંખ્યાતગુણહીન ૬) અનંતગુણહીન હોય છે. "
જો અધિક હોય તો ૧) અનંતભાગઅધિક ૨) અસંખ્યાતભાગ અધિક ૩) સંખ્યામભાગ અધિક ૪) સંખ્યાતગુણ અધિક૫) અસંખ્યાતગુણ અધિક ૬) અનંતગુણઅધિક હોય છે. આને છઠ્ઠાણવડીયા કહેવાય છે. આ પહેલા સમયકરતા બીજા સમયે અધ્યવસાય સ્થાનકો વિશેષાધિક હોય, બીજા સમયકરતા ત્રીજા સમયે વિશેષાધિક, તેના કરતા ચોથાસમયે વિશેષાધિક એમ ઉત્તરોત્તર વિશેષાધિક યથાપ્રવૃતકરણના છેલ્લા સમય સુધી જાણવું આ કારણથી યથાપ્રવૃતકરણની સ્થાપનાકરતા વિષમચતુરસ્ત્ર ક્ષેત્રને રૂંધે છે. ને ત્યાં પ્રથમ સમયે જઘન્યવિશુધ્ધિ સૌથી થોડી હોય છે. તેના કરતા બીજે સમયે જઘન્યવિશુધ્ધિ અનંતગુણી અધિક હોય છે. તેના કરતા ત્રીજા સમયે જઘન્યવિશુધ્ધિ અનંત ગુણી હોય છે. આ રીતે યથાપ્રવૃતકરણના સંખ્યામા ભાગમાં જેટલા સમયો આવે ત્યાં સુધી જઘન્ય વિશુધ્ધિ કહેવી. આ સંખ્યામા ભાગના સમય પસાર થયા બાદ પહેલા સમયની ઉત્કૃષ્ટ વિશુધ્ધિ અનંતગુણી હોય છે. ત્યારબાદ સંખ્યાતમાભાગ પછીના સમયની જઘન્યવિશુધ્ધિ અનંતગુણી હોય છે. ત્યારબાદ બીજા સમયની ઉત્કૃષ્ટ વિશુધ્ધિ અનંતગુણી હોય છે. ત્યારબાદ સંખ્યાતમા ભાગ પછીના બીજા સમયની જઘન્યવિશુધ્ધિ અનંતગુણી ત્યારબાદ ત્રીજા સમયની ઉત્કૃષ્ટ વિશુધ્ધિ યથાપ્રવૃતકરણના ચરમસમયની જઘન્યવિશુધ્ધિ અનંતગુણવિશુધ્ધ હોય ત્યાં સુધી કહેવા.
ત્યારબાદ ઉપરના એટલે કે છેલ્લે એક એક સમયની જઘન્ય વિશુધ્ધિ ક્રમસર અનંતગુણી જણાવી છે. તે દરેક સમયની ઉત્કૃષ્ટવિશુધ્ધિ ક્રમસર અનંતગુણી. યથાપ્રવૃતકરણના છેલ્લા સમય સુધી કહેવી. આ રીતે અધ્યવસાયસ્થાનની વિશુદ્ધિ કરતો કરતો જીવ ચ્છેલ્લા સમયે પહોંચે છે. ત્યારે યથાપ્રવૃતકરણ સમાપ્ત થાય છે.
અપૂર્વ કરણ અપૂર્વકરણ એક અંતર્મુહૂર્તનું હોય છે તેના અર્ધ્વસાયસ્થાનો અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણે હોય છે. તે પ્રતિસમયે વિશુધ્ધિની અપેક્ષાએ છઠ્ઠાણવડીયા હોય છે. અપૂર્વકરણના પહેલા સમયે જઘન્યવિશુધ્ધિ સૌથી થોડી પણ