________________
૨૯૬
કર્મગ્રંથ-૬
ચારગતિને વિષે સત્તા પ્રકૃતિઓનું વર્ણન
(૧) જિનનામકર્મ - નરકગતિ, મનુષ્યગતિ અને દેવગતિને વિષે સત્તામાં હોય છે. પણ તિર્યંચગતિને વિષે સત્તામાં હોતી નથી કારણ કે જિનનામ સત્તા પ્રાપ્ત કર્યા પછી જીવ તિર્યંચગતિમાં જતો નથી
(૨) દેવઆયુષ્યની સત્તા:- તિર્યચ-મનુષ્ય અને દેવગતિને વિષે હોય છે. પણ નરકગતિને વિષે સત્તા હોતી નથી, કારણ કે નરકગતિના જીવો ભવ પ્રત્યય થી દેવ આયુષ્યનો બંધ કરતા નથી.
(૩) નરકઆયુષ્યની સત્તા -નરક-તિર્યંચ અને મનુષ્ય ગતિને વિષે હોય છે. પણ દેવગતિ ને વિષે હોતી નથી કારણ કે દેવતાઓ ભવ પ્રત્યયથી નરકાયુનો બંધ કરતા નથી. - આ ત્રણ સિવાયની બાકીની ૧૧૭ પ્રકૃતિઓની ચારેગતિને વિષે સત્તા હોય છે.
નરકગતિને વિષે દેવઆયુષ્યવિના સઘળી પ્રકૃતિઓ સત્તામાં હોય છે. તિર્યંચગતિને વિષે જીનનામવિના સઘળી પ્રકૃતિઓ સત્તામાં હોય છે. મનુષ્યગતિને વિષે સઘળી પ્રકૃતિઓ સત્તામાં હોય છે.
દેવગતિને વિષે-નરકઆયુષ્યવિના સધળી પ્રકૃતિઓ સત્તામાં હોય છે.
દર માર્ગણાને વિષે ત્રીજા કર્મગ્રન્થમાં જે બંધ પ્રવૃતિઓ કહેલી છે તેની જેમ અત્રે અબંધ પ્રકૃતિઓનો વિચાર કરવો ૬૦ થી ૭૪
દર માર્ગણાને વિષે અબંધ પ્રકૃતિઓનું વર્ણન નરકગતિ - ૧ થી ૩ નરકને વિષે ૧૯ આયુષ્ય નામ - પિંડ પ્રત્યેક સ્થાવર
૨ ૧૭ - ૧૨ ૧ ૪ પિડપ્રકૃતિ-૧૨ નરકગતિ, દેવગતિ, એકેન્દ્રિયાદિ જાતિ, વૈક્રિયઆહારકશરીર, વૈક્રિય-આહારકસંગોપાંગ, નરકાનુપૂર્વી, દેવાનુપૂર્વી પ્રત્યેક- ૧ આતપ
આયુષ્ય- નરક-દેવ સ્થાવર-૪ સ્થાવર
સુક્ષ્મ અપર્યાપ્ત પહેલા ગુણસ્થાનકે ૨૦ પ્રકૃતિઓ બંધાતી નથી આયુ નામ પિંડપ્રકૃતિ પ્રત્યેક
૧૮ ૧૨ પ્રત્યેક-૨ આતપ જિનનામ
સાધારણ
સ્થાવર