________________
વિવેચન : ભાગ-૧
૧૪૯
એમ પાંચ જીવભેદને વિષે પહેલુ અને બીજી બે ગુણસ્થાનક હોય છે.
દર્શનાવરણીય કર્મ ૯ પ્રકૃતિનું બંધસ્થાન, ૪ તથા ૫ પ્રકૃતિનું એમ બે ઉદયસ્થાન તથા ૯ પ્રકૃતિનું ૧ સત્તાસ્થાન હોય છે.
ઉપરના ૮ જીવભેદ તથા ૫ જીવભેદ એમ ૧૩ જીવભેદને વિષે દર્શનાવરણીયકર્મના ૨ સંવે ભાંગા હોય છે. (૧) ૯નો બંધ ૪નો ઉદય ૯ ની સત્તા (૨) ૯નો બંધ પનો ઉદય ૯ ની સત્તા
સંશી પર્યાપ્તા ૧ જીવભેદને વિષે દર્શનાવરણીય કર્મના ૯-૬-૪ એમ ૩ બંધસ્થાન હોય છે. ૪ અને ૫ એમ ૨ ઉદયસ્થાન હોય છે. ૯- ૬ - અને ૪ એમ ૩ સત્તાસ્થાન હોય છે. તેના સંવેધ ભાંગા ૧૧ થાય છે. મતાંતરે ક્ષપકશ્રેણીમાં વિદ્યમાન જીવને નિદ્રાનો ઉદય ગણીએ તો ૧૩ સંવેધભાંગા થાય છે.
વેદનીયકર્મ - ગોત્રકર્મ તથા આયુષ્યકર્મના ભાંગાઓનું વિભાગીકરણ કર્યા બાદ એટલે કે જણાવ્યા બાદ મોહનીય કર્મના ભાંગા કહીશું.
વેદનીય અને ગોત્રકર્મના ભાંગા પmગ સરિઅરે
અટ્ટ ચઉર્જ ચ અણિય ભંગા સત્ત ય તિગંચ ગોએ
પતે એ જીવ ઠાસુ //૩૮ ભાવાર્થ - પર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિયને વિષે વેદનીયકર્મના ૮ ભાંગા હોય છે. ૧૩ જીવભેદને વિષે વેદનીય કર્મના ૪ ભાંગા હોય છે. પર્યાપ્તા સંગી પંચેન્દ્રિયને વિષે ગોત્રકર્મના ૭ ભાંગા હોય છે. બાકીના ૧૩ જીવભેદને વિષે ગોત્રકર્મના ૩ ભાંગા હોય છે. l૩૮
વિશેષાર્થ - વેદનીયકર્મના બંધસ્થાન, ઉદયસ્થાન, સત્તાસ્થાન તથા સંવેધભાંગાઓનું વર્ણન. ૧ થી ૧૩ જીવસ્થાનકને વિષે ગુણસ્થાનક ૧ અને ૨ હોવાથી શાતાવેદનીયનો બંધ તથા અશાતા વેદનીયનો બંધ એમ બંન્ને પ્રકૃતિના બંધસ્થાન હોય છે, તેમજ શતાવેદનીય તથા અશાતાવેદનીયનો ઉદય હોય છે. અને વેદનીય કર્મની ૨ પ્રકૃતિની સત્તા હોય છે. સંવેધભાંગા ૪ હોય છે. બંધ
ઉદય - સત્તા