________________
વિવેચન : ભાગ-૧
જીવસ્થાનકને વિષે જ્ઞાનાવરણીયાદિ આઠે કર્મના બંધોદયસત્તા સંવેધ ભાંગાઓનું વર્ણન
જીવસ્થાનને વિષે જ્ઞાનાવરણ અને અંતરાયકર્મના ભાંગા તેરસસુ જીવ સંખેવ એસ
નાણંતરાયતિવિગપ્પો,
ઈક્કમિ તિદુવિગપ્પો,
૧૪૭
કર પઈ ઈ અવિગપ્પો ।૩૬।।
ભાવાર્થ :- ૧૩ જીવસ્થાનકને વિષે જ્ઞાનાવરણીય અને અંતરાયકર્મનો સંવેધ ભાંગો ૧ હોય છે. તથા । જીવસ્થાનકને વિષે બંન્ને સંવેધ ભાંગા હોય છે. ॥૩॥
વિશેષાર્થ ઃ- જ્ઞાનાવરણીય તથા અંતરાયકર્મના બંધસ્થાન - ઉદયસ્થાન, સત્તાસ્થાન અને સંવેધભાંગા ૧૪ જીવસ્થાનકને વિષે આ રીતે હોય છે.
સૂક્ષ્મઅપર્યાપ્તો, સૂક્ષ્મપર્યાપ્તો એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અપર્યાપ્તા, અસંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્તા આ સાત જીવભેદને વિષે પહેલું ગુણસ્થાનક હોય છે. ત્યાં જ્ઞાનાવરણીય અને અંતરાયકર્મનું પાંચ પ્રકૃતિનું ૧ બંધસ્થાન, ૧ ઉદયસ્થાન તથા પાંચ પ્રકૃતિનું ૧ સત્તાસ્થાન હોય છે. પાંચનો બંધ, પાંચનો ઉદય, પાંચની સત્તા ૧ સંવેધભાંગો હોય છે.
બાદર પર્યાપ્તો એકેન્દ્રિય, વિકલેન્દ્રિય પર્યાપ્ત તથા અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા એમ પાંચ જીવભેદને વિષે ૧-૨ બેગુણસ્થાનક હોય છે. તે બે ગુણસ્થાનકને વિષે પાંચ પ્રકૃતિનું ૧ બંધસ્થાન, ૧ ઉદયસ્થાન અને ૧ સત્તાસ્થાન હોય છે. તથા પાંચનો બંધ, પાંચનો ઉદય અને પાંચની સત્તારૂપ ૧ સંવેધભાંગો હોય છે.
સંશી અપર્યાપ્તા જીવને વિષે ૧-૨- અને ૪ ગુણસ્થાનક હોય છે. પાંચ પ્રકૃતિનું ૧ બંધસ્થાન, ઉદયસ્થાન તથા સત્તાસ્થાન હોય છે. અને પાંચનો બંધ પાંચનો ઉદય અને પાંચની સત્તારૂપ ૧ સંવેધ ભાંગો હોય છે. સંશી પર્યાપ્તા જીવને વિષે ૧ થી ૧૦ ગુણસ્થાનકમાં પાંચનો બંધ હોય છે. ૧૧ થી ૧૪ ગુણસ્થાનકમાં બેય કર્મનો અબંધ હોય છે.