________________
૨૮૬
કર્મગ્રંથ
આ ૪૧ પ્રકૃતિઓમાં ઉદય-ઉદીરણા સાથે હોતા નથી ૬૮
વિશેષાર્થ:- અત્યાર સુધી બંધ-ઉદય અને સત્તાનો સંવેધ કહ્યો. ઉદીરણા જણાવેલી નથી, તે ઉદીરણા પ્રકૃતિઓનું વર્ણન કરાય છે. ઉદયઃ- ઉદયાવલીકામાં આવેલ કર્મયુગલોનો અનુભવ કરવો તે ઉદય કહેવાય ઉદીરણા - ઉદયાવલીકામાં નહિ આવેલા દલીકોને યોગરૂપ વીર્યવિશેષે કરીને અર્થાત્ બલાત્કારે ઉદયાવલીકામાં દલીકો લાવી ભોગવવા તેનું નામ ઉદીરણા કહેવાય છે. ઉદય અને ઉદીરણામાં ૧૨૨ પ્રકૃતિઓ હોય છે. તેમાંથી ઉદય ઉદીરણા સાથે વિચ્છેદ થતી એવી ૮૧ પ્રકૃતિઓ હોય છે તે આ પ્રમાણે મોહનીય નામર્કમ ગોત્ર
૨૨ ૫૮ ૧=૮૧ મોહનીય-રર મિશ્રમોહનીય અનંતાનુબંધીઆદિ ૧૫ કષાય હાસ્યાદિ-૬ નામકર્મી-૫૮ પિંડપ્રકૃતિની પ્રત્યેકની ત્રણ સ્થાવર
૩૭ ૭ ૪ ૧૦ પિંડપ્રકૃતિઓ ૩૭ નરકગતિ-તિર્યંચગતિ-દેવગતિ
એકેન્દ્રિયાદિ ૪ જાતિ-પાંચશરીર-ત્રણ અંગોપાંગ, ૬ સંઘયણ, સંસ્થાન વર્ણાદિ-૪, ૪ આનુપૂર્વી, ૨ વિહાયોગતિ
પ્રત્યેકની -૭ પરાઘાત-ઉચ્છવાસ-આતપ-ઉદ્યોત અગુરુલઘુ નિર્માણ ઉપઘાત
ત્રસની-૪ પ્રત્યેક-સ્થિર શુભસુસ્વર સ્થાવરની-૧૦ ૧) મિશ્રમોહનીય ઉદય-ઉદીરણા ત્રીજાગુણસ્થાનકે સાથે હોય છે. ૨) અનંતાનુબંધી ૪ કષાય ઉદય-ઉદીરણા રજા ગુણસ્થાનકે સાથે હોય છે. ૩) અપ્રત્યાખ્યાનીય ૪ કષાય ઉદય-ઉદીરણા ૪થા ગુણસ્થાનકે સાથે હોય છે. ૪) પ્રત્યાખ્યાનીય ૪ કષાય ઉદય-ઉદીરણા પમ ગુણસ્થાનકે સાથે હોય છે. ૫) સંજવલન ક્રોધ માનમાયા(૩કષાય) ઉદય-ઉદીરણા ૯મા ગુણસ્થાનકે સાથે હોય છે. ૬) હાસ્યાદિ -૬ ૮માં ગુણસ્થાનકે ઉદય-ઉદીરણા સાથે હોય છે.