________________
૧૪૮
કર્મગ્રંથ-૬
૧ થી ૧૨ ગુણસ્થાનકને વિષે પાંચ પ્રકૃતિનો ઉદય હોય છે. ૧૩-૧૪ ગુણસ્થાનકે બેય કર્મનો અનુદય હોય છે.
૧ થી ૧૨ ગુણસ્થાનકમાં પાંચ પ્રકૃતિની સત્તા હોય છે. ૧૩ મા અને ૧૪ મા ગુણસ્થાનકે બેય કર્મની સત્તા હોતી નથી. સંવેધભાંગા ર હોય છે.
ગુણસ્થાનક (૧) પાંચનો બંધ પાંચનો ઉદય પાંચની સત્તા ૧ થી ૧૦ (૨) અબંધ પાંચનો ઉદય પાંચની સત્તા ૧૧ - ૧૨
જીવસ્થાને દર્શનાવરણના ભાંગા તેરે નવ ચઉ પણગં
- નવ સંગમિ ભંગ મિચ્છારા વેઅણિ આઉથ ગોએ,
વિભજ્જ મોહં પરં તુચ્છ ૩૭ll ભાવાર્થ:- ૧૩ જીવસ્થાનકને વિષે ૯નો બંધ, ૪નો અને પાંચનો ઉદય તથા ૯ પ્રકૃતિની સત્તારૂપ ૧ ભાંગો હોય છે. ૧ જીવસ્થાનકને વિષે દર્શનાવરણીય કર્મના ૧૧ ભાંગા અથવા મતાંતરે ૧૩ ભાંગા હોય છે. વેદનીય, આયુષ્ય અને ગોત્રકર્મના ભાંગાનું વિભાજન કરીને આગળ મોહનીય કર્મ કહીશું. ૩ણા
વિશેષાર્થ - જીવસ્થાનકને વિષે દર્શનાવરણીય કર્મના બંધસ્થાન, ઉદયસ્થાન, સત્તાસ્થાન તથા સંવેધ ભાંગાઓનું વર્ણન -
(૧) અત્રે સંજ્ઞીઅપર્યાપ્તો, લબ્ધિ અપર્યાપ્તા જીવ તરીકેની વિવક્ષા હોવાથી ૧લું ગુણસ્થાનક ગણેલું હોવાથી ૯નો બંધ કહેલો છે. - કરણ અપર્યાપ્ત જીવની વિવક્ષા કરીએ તો ૯ અને ૬ એમ બે બંધસ્થાન આવે છે. સૂક્ષ્મ એકેન્દ્રિય પર્યાપ્તા, અપર્યાપ્તા, બાદર પર્યાપ્તા એકેન્દ્રિય,વિકસેન્દ્રિય અપર્યાપ્તા. અસંજ્ઞી પંચેન્દ્રિય, સંજ્ઞીપંચેન્દ્રિય અપર્યાપ્તા એમ ૮ જીવભેદને વિષે એક પહેલું ગુણસ્થાનક હોય છે. આ જીવોને દર્શનાવરણીય કર્મની ૯ પ્રકૃતિનું ૧ બંધસ્થાન હોય છે. નિદ્રારહિત ૪ પ્રકૃતિનું ઉદયસ્થાન હોય છે. તથા નિદ્રા સાથે પાંચ પ્રકૃતિનું ઉદયસ્થાન એમ ર - ઉદયસ્થાન હોય છે. ૯ પ્રકૃતિનું ૧ સત્તાસ્થાન હોય છે.
બાદરપર્યાપ્તો એકેન્દ્રિય, વિલેન્દ્રિય પર્યાપ્તા, અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા