________________
વિવેચન : ભાગ-૧
-
૨૦૧૫
ગુણસ્થાને આયુકર્મના ભાંગા અચ્છાહિગ વીસા
સોલીસ વીસ ચ બારસ છ દોસુ. દો ચઉસુ તીસું ઈ%
મિચ્છાઈસુ આઉએ ભંગ //૪ll ભાવાર્થ-પહેલા ગુણસ્થાનકે આયુષ્યકર્મના ૨૮, બીજાગુણસ્થાનકે ૨૬, ત્રીજાગુણસ્થાનકે ૧૬, ચોથા ગુણસ્થાનકે ૨૦ પાંચમા ગુણસ્થાનકે ૧૨, છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનકે ૬, આઠથી ૧૧મા ગુણસ્થાનકે ૨, ૧૨થી ૧૪ ગુણસ્થાનકને વિષે ૧ સંવેધભાંગો હોય છે. ૪થા ,
વિશેષાર્થ :- પહેલા ગુણસ્થાનકે ૪ આયુષ્યના થઈને ૨૮ ભાંગા થાય (હોય છે) નારકીના ૫, તિર્યંચના ૯, મનુષ્યના ૯ દેવના પ- બીજા ગુણસ્થાનકે ૨૬ ભાંગા હોય છે ચારેગતિના જીવો બીજાગુણસ્થાનકે તિર્યંચ આયુષ્યનો બંધ કરતા હોવાથી તેને ગણત્રીમાં લઈને વિચારણાકરતા ૨૬ ભાંગા હોય. મનુષ્ય અને તિર્યંચના જીવો બીજા ગુણસ્થાનકે નરકઆયુષ્યનો બંધ કરતા ન હોવાથી બંધ ૧-૧ ભાંગા બાદ કરતાં ૮-૮ ભાંગા હોય છે. આ કારણથી નરકગતિના, ૫ તિર્યંચગતિના ૮, મનુષ્યગતિના ૮, અને દેવગતિના ૫, ગણતાં ૨૬ ભાંગા થાય છે. ત્રીજા ગુણસ્થાનકે આયુષ્યકર્મના ૧૬ ભાંગા હોય છે. તે આ રીતે, નરકગતિના ૩, તિર્યંચગતિના ૫, મનુષ્યગતિના પ, દેવગતિના ૩.
આ ગુણસ્થાનકે આયુષ્યનો બંધ થતો ન હોવાથી આયુષ્યના બંધના ૧૨ ભાંગા નીકળી જાય છે. નરકના રં, તિર્યંચના ૪, મનુષ્યના ૪, દેવના ૨,
ચોથા ગુણસ્થાનકે આયુષ્યકર્મના ૨૦ ભાંગા હોય છે તે આ પ્રમાણે નરકના ૪, તિર્યંચના ૬, મનુષ્યના ૬, દેવના ૪,
નારકીઓ અને દેવતાના જીવો આ ગુણસ્થાનકે આયુષ્યનો બંધ કરે તો મનુષ્યાય બાંધે છે. તિર્યંચ અને મનુષ્યો આ ગુણસ્થાનકે આયુષ્યનો બંધ કરે તો દેવનું આયુષ્ય બાંધે છે
પાંચમા ગુણસ્થાનકે ૧૨ ભાંગા હોય છે. તિર્યંચના ૬, મનુષ્યના ૬ આ ” ગુણસ્થાનક તિર્યંચ અને મનુષ્યને હોય છે તથા આ ગુણસ્થાનકે આયુષ્યનો બંધ કરે તો દેવાયુનો બંધ કરે છે તે કારણથી ૧૨ ભાંગા થાય. છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનકે ૬ ભાંગા હોય છે. - - -