________________
વિવેચન : ભાગ-૧
૫૩
ત્રસ-બાદર-પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર અથવા અસ્થિર-શુભ અથવા અશુભ-સુભગ સુસ્વર-આદેય યશ અથવા અયશ
આ ૩૦ પ્રકૃતિઓ જિનનામ સહિત મનુષ્યગતિ પ્રાયોગ્ય હોય છે એને બાંધનાર દેવતા અને નારકી હોય છે. ૭) દેવગતિ-પંચેન્દ્રિયજાતિ-વૈક્રિય-તૈજસ-કાશ્મણશરીર-વૈક્રિયઅંગોપાંગ પહેલુસંસ્થાન-૪ વર્ણાદિ-શુભવિહાયોગતિ-દેવાનુપૂર્વી-પરાઘાત-ઉશ્વાસ અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-આહારકશરીર-આહારક અંગોપાંગ-ત્રસ-બાદર પર્યાપ્ત-પ્રત્યેક-સ્થિર-શુભ-સુભગ સુસ્વર-આદેય-યશ
આ ૩૦ પ્રકૃતિઓ દેવગતિ પ્રાયોગ્ય હોય છે. આને બાંધનાર સાતમા ગુણઠાણાથી ૮મા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધીમાં રહેલા મનુષ્યો જ હોય છે.
બંધસ્થાન ૭મું ૩૧ પ્રકૃતિનું ૧) દેવગતિ-પંચેન્દ્રિયજાતિ-વૈક્રિય-આહારક-તૈજસ-કાશ્મણશરીર-વૈક્રિયઆહારક અંગોપાંગ-પહેલું સંસ્થાન-૪ વર્ણાદિ-શુભવિહાયોગતિ-દેવાનુપૂર્વી પરાઘાત-ઉચ્છવાસ-અગુરુલઘુ-નિર્માણ-ઉપઘાત-ત્રસ-બાદર-પર્યાપ્ત પ્રત્યેક-સ્થિર શુભ-જિનનામ-સુભગ-સુસ્વર-આદેય-યશ
આ ૩૧ પ્રકૃતિઓ દેવગતિ પ્રાયોગ્ય હોય છે. આને બાંધનાર ૭મા ગુણસ્થાનકથી ૮માં ગુણસ્થાકના છઠ્ઠા ભાગ સુધીમાં રહેલા મનુષ્યો જ હોય છે.
બંધસ્થાન ૮મું ૧ પ્રકૃતિનું યશનામ કર્મ અપ્રાયોગ્ય ગણાય છે અને બાંધનાર ૮મા ગુણસ્થાનકના સાતમા ભાગથી દશમા ગુણસ્થાનક સુધીમાં રહેલા મનુષ્યો હોય છે. આ રીતે નામકર્મના ૮ બંધસ્થાન થયા બંધસ્થાને ભાંગા
૨ઉપણવીસા સાલસ
નવબાણઉઈસયા ય અડયાલા યાઉત્તર છા "
- લસયા ઈકિ જ બંધવિહી ર૭ll ભાવાર્થ - ૨૩ના બંધના ૪ ભાંગા-રપના બંધના ૨૫ ભાંગા-૨૬ના બંધના ૧૬ ભાંગા-૨૮ના બંધના ૯ ભાંગા-૨૯ના બંધના ૯૨૪૮ ભાંગા-૩૦ના બંધના ૪૬૪૧ ભાંગા-૩૧ના બંધનો ૧ ભાંગો-૧ના બંધનો ૧ ભાંગો એમ કુલ નામકર્મના ૮ બંધસ્થાનના ૧૩૯૪૫ બંધભાંગા થાય છે.