Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
કરે, ત્યારપછી વાચનાચાર્ય તે પ્રકારે તપ કરે અને આઠમાંથી એકને વાચનાચાર્ય થાપે, અને છ માસ લગે સાત સેવાકારી ચાય. એમ અઢાર માસે એ તપ પૂર્ણ થયે વળી ફરી એજ તપ આદરે કે જિનકલ્પ આદરે અથવા ગચ્છમાં આવે. એ ચારિત્રિયા તીર્થંકરના શિષ્યના શિષ્ય અથવા શિષ્ય હોય પણ પાછળના ન હોય ૩. સૂફમ-અંશમાત્ર છે સંપરાય–કષાય જયાં તે સૂક્ષ્મસંપરાય ચારિત્ર. તે બે ભેદે-સંકિલશ્યમાન ૧, વિશુદ્ધયમાન ૨, ઉપશમણિથી પડતાં સંકિલશ્યમાન હોય અને શ્રેણિએ ચઢતાં વિશુદ્ધયમાન હોય. ૪. યથા–યથા તથ્યપણે કરીને કષાય રહિતપણું માટે ખ્યાત–પ્રસિદ્ધ તે યથાખ્યાત ચારિત્ર, તે બે ભેદે છદ્મસ્થ ૧, કેવળી ૨. શ્વસ્થ બે ભેદે ઉપશાંત ૧, ક્ષીણમેહ ૨. કેવળી બે ભેદે–સગી ૧, અગી ૨. ૫. નિરપરાધી ત્રસ જીવને સંકલ્પીને નિરપેક્ષપણે વધ ન કરે તે દેશયતિ–દેશવિરતિ કહીએ, પાંચમે ગુણઠાણે વર્તતાં, વીશ વિશ્વા જીવદયાવંત સાધુધર્મની અપેક્ષાએ શ્રાવકને સવા વિધાની દયા હોય તે માટે દેશસંયત.. जीवा सुहमा थुला, संकप्पारंभओ य ते दुविहा । सावराह निरवराहा, साविक्खा चेव निरविक्खा ॥ १ ॥
સર્વથા વિરતિ રહિત તે અયત–અસંયત કહીએ. મિથ્યાત્વી અને સમ્યગ્દષ્ટિ પણ ચેથા ગુણઠાણ લગે વર્તતા સર્વજીવ અસંયત કહીએ ૭. એ સાત સંયમનો વિચાર લેશથી કહ્યો. એ સાત ભેદ માંહે સર્વ જીવ આવ્યા એ સંયમ માણા કહીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org