Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૫૧
પુરુષવેદ, સ્ત્રીને પુરુષની અભિલાષા તે સીવેદ. સ્ત્રી અને પુરૂષ બને તરફને અભિલાષ તે નપુંસકવેદ.
જ્ઞાનનું સ્વરૂપ પ્રથમ કર્મ ગ્રંથમાં વિસ્તારપૂર્વક આપેલ છે.
જ્ઞાન અને અજ્ઞાનમાં તફાવત :-સમ્યગદષ્ટિનું જે જ્ઞાન તે જ્ઞાન કહેવાય છે. કારણ કે તે દરેક વસ્તુને અનેકાનદષ્ટિથી જોવે છે અને વળી તે જ્ઞાન હેય–ઉપાદેયની સમજણવાળું હોય છે. જ્યારે મિથ્યાષ્ટિનું જ્ઞાન તે અજ્ઞાન છે. કારણ કે તે દરેક વસ્તુને એકાન્તદષ્ટિથી જોવે છે અને માને છે તથા તેના જ્ઞાનમાં હેય–ઉપાદેયનો વિવેક હેતો નથી. પહેલાં ત્રણ જ્ઞાન જ અજ્ઞાનરૂપ હોય છે. છેલ્લાં બે સમ્યકત્વની હાજરીમાં જ ઉત્પન્ન થતાં હોવાથી અજ્ઞાનરૂપ નથી, ગાથા ૧૨
સંયમ :-સાવઘયોગથી સાચી રીતે અટકવું તે સંયમ અથવા પાપવ્યાપારરૂપ આરંભ–સમારંભેથી આત્મા જેના વડે નિયમમાં–આવે કાબુમાં આવે તે સંયમ અથવા પાંચ મહાવ્રત તે યમ કહેવાય છે. તે યમોનું પાલન જેમાં હોય તે સંયમ. આ સંયમ સાત પ્રકારે છે.
સામાયિક :-જ્ઞાન-દર્શન અને ચારિત્રને લાભ જ્યાં હોય તે સામાયિક. અથવા ટબામાં કહેલા અર્થ પ્રમાણે સામાયિક અથવા ક્ષણે ક્ષણે જેમાં અપૂર્વ જ્ઞાન-દર્શન અને ચારિત્રના વિકાસથી ભવભ્રમણ અટકવારૂપ લાભ થતો હોય તે સામાયિક અથવા મૂલગુણના આધારભૂત સર્વ સાવધની વિરનિરૂપ જે ચારિત્ર તે સામાયિક. જો કે સર્વ પ્રકારનાં ચારિત્ર સામાયિક ચારિત્ર જ છે, તો પણ વિશુદ્ધિની અપે– સાએ તેના જુદા જુદા પ્રકારો બતાવેલ છે.
સ્થિતક૯પી :-આચેલકય, ઔશિક, શય્યાતરપિંડ, રાજપિંડ, કૃતિકર્મ, વ્રત, જ્યક, પ્રતિક્રમણ, માસ અને પર્યુષણા આ દશ કપામાં જે સ્થિત છે. તે સ્થિતકપી.
અસ્થિત કલ્પી :-શધ્યાતરપિંડ, વ્રત, જ્યક અને કૃતિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org