Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૩
અપેક્ષાએ અવધિદર્શન પહેલાથી બાર ગુણસ્થાનક સુધી હોય છે. આ પક્ષનું મંતવ્ય એ છે અવધિજ્ઞાનની જેમ વિભૂંગાનીને પણ દર્શનમાં નિરાકારારૂપ અંશ સમાન છે. અને તેથી અવધિદર્શનનું જુદું નામ રાખવાની જરૂર નથી. વળી આ પક્ષ પહેલે ગુણઠાણેજ અશાન માને છે. સારાંશ કાર્મ ગ્રન્થિક વિર્ભાગજ્ઞાન અને અવધિદર્શન એ બેની. અભેદ વિવક્ષા કરે છે. સૈદ્ધાતિક પક્ષ ભેદ વિવક્ષા કરે છે. આ પ્રમાણે બને મત યુક્તિયુક્ત જણાય છે. ગાથા ૨૩,
“અસ શીને વિષે પહેલાં બે” ત્યાં મિથ્યાત્વ તો સદાકાળ હોય છે. સાસ્વાદન લબ્ધિ પર્યાપ્તને કરણ અપર્યાપ્ત અવસ્થામાં હોય છે. ગાથા ૨૪.
‘કાગનું ટુંક સ્વરૂપ.”
વૈકિય કાયાગ:–શૈક્રિય શરીર દ્વારા વીર્ય–શક્તિને જે વપરાશ તે વૈકિય કાયયોગ. તે શરીર અનેક પ્રકારની વિવિધ ક્રિયાઓ કરવામાં સમર્થ છે. માટે વૈક્રિય શરીર કહેવાય છે. તે વૈક્રિય વગણાનાં પુદ્ગલોનું બનેલ હોય છે. તે બે પ્રકારનું છે. (૧) ઔપપાતિક (૨) લબ્ધિ પ્રચય. ત્યાં પપાતિક-ઉપપાત જન્મવાળા દેવ અને નારકોને હોય છે. લબ્ધિ પ્રત્યય–તિર્યંચ અને મનુષ્યોને હોય છે.
૨ વૈક્રિય મિશ્ર –તે બે પ્રકારે છે. કાશ્મણ સાથે મિશ્ર અને ઔદારિક સાથે મિશ્ર. ત્યાં ઉત્પત્તિના બીજા સમયથી માંડી અપર્યાપ્ત અવસ્થા સુધી કામણ સાથે મિશ્ર દેવ અને નારકોને હોય છે અને ઉત્તરક્રિય કરતા એવા બાદર પર્યાપ્તા વાયુકાય. ગર્ભજતિર્યંચ અને ગર્ભજ મનુષ્યોને વૈક્રિયના પ્રારંભકાળે અને પરિત્યાગકાળે ઔદારિક સાથે મિશ્ર હોય છે અને સિદ્ધાન્તકારની અપેક્ષાએ ફક્ત સંહરણ વખતે જ વૈક્તિ મિશ્ર હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
.
www.jainelibrary.org