Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૮૮
કેવિલ ગુણઠાણે સંજ્વલન લેભ વિના ત્રણ ભાવ હાય. અયેકિંગ કેલિ ગુણઠાણે મનુષ્યતિ અને અસિદ્ધત્વરૂપ બે ભાવ હોય છે. પારિામિક ભાવના ઉત્તરભેદ આ પ્રમાણે:
2
મિથ્યાત્વ ગુણઠાણે ભવ્યત્વ, અભવ્યત્વ અને જીવત્વ એ ત્રણ ભેદ હાય. સાસ્વાદનથી ક્ષીણમેહ સુધી ભવ્યત્વ અને જીવત્વ એ બે ભેદ હોય. તેરમે અને ચૌદમે ગુણઠાણે સન સિદ્ધાવસ્થા ભણી તથા ઘાનીક ખપાવ્યા તેથી કે બીજા કોઈ કારણે ભવ્યત્વ પૂર્વાચાર્યોએ વિવધ્યુ નથી તેથી એક જીવત્વ પારિણામિકભાવે હોય. ક્ષાયિક ભાવના ઉત્તરભેદ આ પ્રમાણેઃ
ચોથાથી અગિયારમા ગુણઠાણા સુધી સમ્યકૃત્વ હોય. બારમે ગુઠાણે સમ્યક્ત્વ અને ચારિત્ર હોય. તેરમે અને ચૌદમે ગુણકાણે સમ્યક્ત્વ, ચારિત્ર, જ્ઞાન, દર્શન અને પાંચ લબ્ધિ એ નવ ભાવ હાય.
એમ ગુણટાણે જેટલા રેટલા ભાવના ભેદ છે તેને સ ંબંધે બનના સાન્નિપાતિક ભેદો યથાસ ભવ વિચારી લેવા, જેમકે મિથ્યાત્વ ગુઠાણે ઔદિયક ભાવના ૨૧, ક્ષાર્યપશમિક ભાવના ૧૦ અને પારિણામિક ભાવના ૩ સર્વે મલીને ૩૪ ભાવભેદે હાય.
ગાથા. ૭૨.
એક તે સખ્યા રાહત છે” સંખ્યાની મતલબ ભેદ સાથે છે. એટલે જેમાં ભેદની પ્રતીતિ થાય તે સખ્યા કહેવાય છે. એકમાં ભેદની પ્રતીતિ થતી નથી કારણ કે જ્યારે એક ઘડો આપણે જોઈએ છીએ ત્યારે આ ઘટ છે એવી પ્રતીતિ ઉત્પન્ન થાય છે. પણ આ એક ઘટ છે એવી પ્રતીતિ થતી નથી. અથવા આપવા અને લેવામાં જયા૨ે એક વસ્તુ પ્રાયઃ કોઈ ગણના કરીને આપતુ ~ લેતુ નથી. આ કારણથી બધાથી ઓછા હોવા છતાં એકની ર્ધન્ય સંખ્યાતા તરીકે ગણના થતી નથી. ભેદની પ્રતતિ બે આદિથી થાય છે માટે બેજ જઘન્ય સંખ્યાનું ગણી શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org