Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૯૮
કર્મગ્રંથમાં સંખ્યાતાદિના એકવીશ ભેદ ગણાવ્યા છે. પહેલા ત્રણ સંખ્યાતાના. બીજા નવા અસંખ્યાતાના અને ત્રીજા નવ અનંતાના. આ બન્ને મતાંતરોમાં પહેલાં સાત ભેદના વર્ણનમાં કોઈ જાતનો ફેરફાર નથી. આઠમા ભેદથી વિષયોમાં મતભેદ છે, ટબામાં અને મૂલમાં જે મતાંતર જણાવેલ છે તે ટુંકમાં આ પ્રમાણે છે. જઘન્યયુક્ત-અસંખ્યાતાનો વર્ગ કરવાથી જઘન્ય-અસંખ્યાત-અસંખ્યાતુ થાય છે. જઘન્ય–અસંખ્યાત-અસંખ્યાતાનો ત્રણવાર વર્ગ કરીને એમાં ગાથામાં જણાવેલ દશ અસંખ્યાત મેલવવાથી અને પછી ત્રણવાર વર્ગ કરવાથી જઘન્ય–પરિત્ત-અનંતુ થાય છે. જઘન્ય-પરિત્ત અનંતાને અભ્યાસ કરવાથી જઘન્ય-યુક્ત-અનંનું થાય છે. જઘન્ય-યુકત-અનંતાને
એક વાર વર્ગ કરવાથી જઘન્ય-અનન્ત–અનન્ન થાય છે. જઘન્ય-અનંતાનતાને ત્રણવાર પગ કરીને એમાં છ અનંતા મેળવીને ફરીવાર ત્રણવાર વર્ગ કરીને કેવળજ્ઞાન અને કેવળદર્શનના પર્યાય મેલવવાથી જે સંખ્યા થાય તે ઉત્કૃષ્ટ અનંતાનં તુ છે. મધ્યમ અને ઉત્કૃષ્ટ સંખ્યા જાણવા માટેની રીત સરખી છે.
આ બંને રીતથી જઘન્ય અને ઉત્કૃષ્ટની સંખ્યા એક એકની હોય છે. પણ મધ્યમ સંખ્યાતાના સંખ્યાતા, અસંખ્યાતાના અસંખ્યાતા અને અનંતાના અનંતા ભેદો થાય છે.
આ રીતે ષડશીતિ નામના ચતુર્થ કર્મગ્રંથ ઉપર મૂલ અને ટબ્બાને લગતા વિષયોનું ટીપણ પૂર્ણ થયું. આ કર્મગ્રંથના જુદા
જુદાં વિષયો ઉપર વિવેચન હોવાથી આનું બીજું નામ સૂક્ષ્માથે વિચાર છે. આની મૂળ ગાથાઓ ૮૬ છે. અને બીજી ત્રણ પ્રક્ષેપ ગાથાઓ મળી કુલ ૮૯ ગાથાઓ આ કર્મગ્રંથમાં આપેલી છે.
પડશીતિ પ્રદીપક સંપૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org