Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana

View full book text
Previous | Next

Page 297
________________ ૨૯૨ નાંખતા જવું. જયારે મહાશલાકા પૂર્ણ ભરાય ત્યારે પ્રતિશલાકા ખાલી હોય અને શલાકા તથા અનવસિઘન ભરેલ હોય. અને એજ પ્રમાણે શલાકાવડે પ્રતિશલાકા અને અનવસ્થિત વડે શલાકાને પૂર્ણ કરતા જવું. જયારે મહાશલાકા અને પ્રતિશલાકા પૂર્ણ થાય ત્યારે શલાકા ખાલી હોય અને અનવસ્થિત ભરેલ હોય. પછી અનવસ્થિતવડે શલાકાને પૂર્ણ ભરો અને શલાકા પૂર્ણ ભરાય ત્યારે જે દ્વીપ કે સમુદ્ર હોય તે દ્વીપ કે સમુદ્ર જેવડો અનવસ્થિત કલ્પીને તેને પણ સરસ વડે ભરી લેવો. આ પ્રમાણે ચારે પ્યાલા પૂર્ણ ભરેલ હોય. મતાંતર:–જીવવિજયજીના ટબામાં આ વાત જુદી રીતે જણાવેલ છે તે અન્ય આચાર્યોને મત હોય તેમ જણાવે છે. તેમાં કહ્યું છે કે પ્રથમ અનવસ્થિત વડે શલાકા પૂર્ણ ભરવો, શલાકા ભરાય ત્યારે અનવસ્થિત ખાલી રાખો. ત્યાંથી આગળ શલાકામાંથી એક એક સરસવ નાખ. શલાકા ખાલી થાય ત્યારે પ્રતિશલાકામાં એક સરસવ નાખો એટલે જયારે પ્રતિશલાકામાં એક સરસવ હોય ત્યારે શલાકા અને અનવસ્થિત ખાલી હોય. પછી જ્યાં શલાકા ખાલી થયો તે દીપ -સમુદ્ર જેવડો અનવસ્થિત કલ્પ. અને એ રીતે અનવસ્થિત વડે શલાકા ભરવો. શલાકાવડે પ્રતિશલાકા ભરો. જ્યારે પ્રતિશલાકા પૂર્ણ ભરાય ત્યારે અનવસ્થિત અને શલાકા ખાલી હોય છે. પછી પ્રતિશલાકા ઉપાડ અને એક–એક દ્રીપ–સમુદ્ર એક-એક સરસવ નાંખવો અને તે ખાલી થયે છતે એક સાક્ષી સરસવ મહાશલાકામાં નાખવો. મહાશલાકામાં જયારે એક સરસવ હોય ત્યારે પાછળના ત્રણે પ્યાલા ખાલી હોય પછી જયાં પ્રતિશલાકા ખાલી થયો હોય ત્યાં નવો અનવસ્થિત કલ્પ. અનવસ્થિત વડે શલાકા અને શલાકાવડે પ્રતિશલાકા અને પ્રતિશલાકાવડે મહાશલાકા આ કમથી પૂર્ણ કરવા. જ્યારે મહાશલાકા પૂર્ણ થાય ત્યારે પ્રતિકલાકા-શલાકા અને અનવસ્થિત ખાલી હોય. પછી જ્યાં પ્રતિશલાકા ખાલી થયો હોય ત્યાં તેવડો અનવસ્થિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307