Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૬
માત્ર સમજવો. આહારકટ્રિક ચૌદ પૂર્વ મુનિને જ હોય છે. માટે આ દશ માર્ગલાને વિશે ન હોય. સ્ત્રીઓને દષ્ટિવાદ સૂત્ર ભણવાનો નિષેધ હોવાથી ચૌદ પૂર્વને અભ્યાસ તેને નથી, તેથી તેને આહારકદ્ધિક ન હોય. વિશેષાવશ્યક ભાષ્યમાં કહ્યું છે કે – तुच्छा गारवबहुला, चलिंदिया दुबला धिईए य ફુઇ વફસાથ, મૂથવા ય ને યા | (૫૫)
તુચ્છ સ્વભાવવાળી, બહુ ગૌરવવાળી, ચપલ ઇંદ્રિયવાળી, અને બુદ્ધિએ હીન હોવાથી અતિશયવાળા અધ્યયને અને ભૂતવાદ ભણવાનો સ્ત્રીને અધિકાર નથી.
અહીં કેટલાક આધુનિક પંડિતમો શંકા કરે છે કે, સ્ત્રીઓને મોક્ષ માન્યો અને દષ્ટિવાદ સૂત્ર ભણવાનો અધિકાર ન માન્યો તે પાછળથી ઘુસાડી દીધેલ વસ્તુ છે. કારણ કે મોક્ષ જનાર શ્રેણી માંડે ત્યારે શુકલધ્યાન હોય છે, અને શુકલધ્યાનના પહેલા બે પાયા પૂર્વના જાણનારને જ હોય છે. માટે આ પરસ્પર વિરોધી વસ્તુ હોવાથી પાછળથી ઘુસાડી દીધેલ છે. અને જેમ સ્ત્રીઓ મોક્ષની અધિકારિણી છે તેમ દષ્ટિવાદની પણ હોવી જોઈએ.
આના ઉત્તરમાં સમજાવાનું કે સ્ત્રીઓ મેલે જાય છે. શુકલધ્યાન પણ ધ્યાવે છે. અને છતાં ઉપર કહ્યાં કારણોથી તેને દષ્ટિવાદ ભણવાનો અધિકાર નથી. દરેક ગુણસ્થાનકે અસંખ્યાત લોકાકાશ પ્રમાણ અધ્યવસાયસ્થાનો હોય છે. તે તે ગુણઠાણાને સ્પર્શનાર જીવ બધાં અધ્યવસાયસ્થાનોને સ્પર્શે એવો નિયમ નથી. એટલે મધ્યમ અધ્યવસાય સ્થાનોને સ્પશીને પણ આગળના ગુણઠાણે જાય. અને એ અપેક્ષાએ કોઇ પણ વેદી જીવ કોણી માંડી મોક્ષે જઈ શકે છે. જ્યારે પૂર્વગત એ લબ્ધિથી પ્રાપ્ત થાય છે. અને એ લબ્ધિ અમુક હદમાં અધ્યવસાયસ્થાનોને સ્પર્શે તે જ પ્રાપ્ત થાય છે. જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org