Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૩ આહારક કાગ:-ચતુર્દશ પૂર્વધર મુનિ મહારાજ વિશિષ્ઠ કાય ઉત્પન્ન થાય છે એટલે કે કોઈ વિષયમાં સંદેહ ઉત્પન્ન થાય તે અથવા તીર્થ કરાદિની શ્રદ્ધા જોવાની ઈચ્છા થાય તો આહારક વગણનું જે શરીર બનાવે છે તે આહારક શરીર અને તેના દ્વારા પ્રવર્તત આત્માની વીર્યશકિતને વ્યાપાર તે આહારક કાયયોગ.
૮ આહારક મિશ્ર –ઔદારિક સાથે મિશ્ર તે આહારકના પ્રારંભકાળે અને પરિત્યાગકાળે હોય છે. સિદ્ધાન્તકારની અપેક્ષાએ ફક્ત સંહરણ વખતે.
૫ ઔદારિક કાયયોગ –ઔદારિક વર્ગણાના બનેલા ઔદારિક શરીર દ્વારા આત્માની વીર્યશક્તિને જે વપરાશ તે ઔદારિક કાયયોગ.
- ૬ ઔદારિક મિશ્ર કાયયોગ –ઉત્પત્તિના બીજા સમયથી માંડીને અપર્યાપ્ત અવસ્થા સુધી અથવા કેવલિ સમુદઘાતમાં ૨–૬–૭ સમયે કાર્પણ સાથે મિશ્ર તે ઔદારિક મિશ્ર. તેના દ્વારા વીર્યશક્તિનું જે પ્રવર્તન તે દારિક મિશ્ર કાયયોગ. કર્મગ્રંથકારના અભિપ્રાય પ્રમાણે તે અપર્યાપ્ત અવસ્થામાં અને કેવલિ સમુદ્રઘાત અવસ્થામાં હોય છે.
જ્યારે સિદ્ધાજકારના મત પ્રમાણે તે બે ઉપરાન્ત (૧) ઉત્તર વક્રિયના પ્રારંભકાળે તિર્યંચ–મનુષ્યોને અને (૨) આહારકના પ્રારંભકાળે મનુષ્યોને હોય છે.
૭ કાર્મણ કાયયોગ-ફિક્ત કાર્માણ શરીરની મદદથી આત્મશક્તિની જે પ્રવૃત્તિ તે કાર્પણ કાયયોગ. આ યોગ વિગ્રહગતિમાં અને ઉત્પત્તિના પ્રથમ સમયે સર્વ જીવોને હોય છે અને કેવલિઓને કેવલિ સમુઘાતમાં ૩-૪-૫ સમયે હોય છે. આ શરીર સર્વશરીરનું કારણ છે. આ શરીર કામંણ વર્ગણાનું બનેલું છે. અત્યંત સૂક્ષ્મ છે. તેથી જીવ એક ગતિમાંથી બીજી ગતિમાં જતો હોય ત્યારે પણ દેખી શકાતું નથી.
પ્ર0તૈજસ નામનું પણ એક શરીર છે, જે ગ્રહણ કરેલ આહારને પચાવે છે અને વિશિષ્ટ લબ્ધિવાળાઓ તેનાથી તેજો અને શીતલેશ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org