Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સ્થાનેને સ્ત્રીઓ આગળ જણાવેલ કારણોને લઈને સ્પર્શી શકતી નથી એટલે પૂર્વ ધર લબ્ધિ પ્રાપ્ત થતી નથી, અને પૂર્વ અભ્યાસ પણ તે કારણથી જ તેમને હોતા નથી. ત્યારે હવે બીજો પ્રશ્ન એ રહે છે કે પૂર્વને અભ્યાસ ન હોય તે ગુફલધ્યાન કેવી રીતે હોય ! અને શુક્લધ્યાન ન હોય તે પકોણી કેમ હોય ! આના જવાબમાં સમજવું કે શ્રેણિ માંડનાર દરેક જીવને શબ્દથી પૂર્વનું જ્ઞાન હોવું જોઈએ એવો નિયમ નથી. અર્થ થી દેવું જોઇએ, અને એ અપેક્ષાએ એક નવકાર મંત્રના જાણનારને પણ અર્થથી ચૌદ પૂર્વનું જ્ઞાન હોય છે. નવકારને શાસ્ત્રમાં ચૌદ પૂર્વને સાર કહેલ છે. વળી તીર્થંકર ભગવાન અર્થ નીજ દેશના આપે છે. જેના સારરૂપે ગણધર ભગવતો ર્ચોદ પૂર્વ રચે છે. અને ત્યારપછી બીજાં અંગોની રચના કરે છે. એટલે એ દેશના સાંભળનાર અને સમજનાર દરેક જીવને અર્થ થી ચૌદ પૂર્વનું જ્ઞાન હોય એ સ્વાભાવિક ગણાય છે. વળી અગિયાર અંગે એ પણ ચૌદ પૂર્વનું જ એક અંગ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે એક સામાયિકપદની ભાવના ભાવવા માત્રથી અનંત જીવો મોક્ષે ગયેલ છે. એટલે શુકલધ્યાન એ કંઈ શબ્દથી પૂર્વનું જ્ઞાન હેવું જોઈએ તે માટેનું રાબળ કારણ નથી. અને એજ રીતે સ્ત્રીઓ પણ અર્થથી ચૌદ પૂર્વના સારને જાણે છે. તેથી જ તેમને પણ શુકલધ્યાન વખતે પૂર્વનું જ્ઞાન અર્થથી હોય તે સ્વાભાવિક જ માની શકાય છે, અને તે રીતે પકોણી માંડી સ્ત્રીઓ પણ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. માટે શાસ્ત્રના જિજ્ઞાસુઓએ આવી બુદ્ધિભેદ કરનાર દલીલોથી ન દોરવાતાં મહર્ષિઓનાં વચન પ્રમાણ માનવાં તેમજ કલ્યાણ છે.
વળી શાસ્ત્રમાં સ્ત્રીઓને જે દોષ બતાવેલ છે તે તેમને હલકી પાડવાની દૃષ્ટિથી નથી. પણ તેમના સ્વભાવમાં જે વસ્તુ રહેલી છે તેનું જ મહાત્મા પુરુએ વસ્તુસ્થિતિ તરીકે વર્ણન કરેલ છે. તે મહા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org