Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
ર૭૦
હોય, અને આહારકદ્ધિક સંપૂર્ણ ચૌદપૂવીને હોય. તેથી આહારદિક ન હોય. વળી અત્યંતવિશુદ્ધિએ અપ્રમત્તપણે ચારિત્રને તેઓ પાળનાર હોવાથી વૈશ્યિને આરંભ કરે નહીં તેથી વૈક્રિયદ્રિક પણ ન હોય. સૂક્ષ્મસં પરાય ચારિત્રવાળા અત્યંત વિશુદ્ધિવડે કિલ્લોલ વગરના સમુદ્રની જેમ સ્થિરતાવાળા હોવાથી વૈકિયને કે આહારકને આરંભ કરે નહીં તેથી તેને પણ આહારકટ્રિક અને વૈક્રિયદ્રિક ન હોય. કાર્માણ અને દારિક મિશ્ર એ અપર્યાપ્ત અવસ્થામાં હોય છે તેથી આ બને સંયમમાં તેને પણ અભાવ છે.
મિશ્રદષ્ટિને દશ યોગ હોય છે. ત્યાં વૈક્રિય દેવ અને નારકોની અપેક્ષાએ. મિશ્રદષ્ટિ જીવ કાલ કરતો નથી તેથી અપર્યાપ્ત અવસ્થાભાવી વૈક્રિયમિશ્ર યોગ ન હોય, શાસ્ત્રમાં કહ્યું છે કે ન તwfમો સુફ ારું. અહિં એક પ્રશ્ન થાય છે કે સમગ્ર મિથ્યાદષ્ટિ તિર્યચ અથવા મનુષ્ય ઉત્તર વૈક્રિય શરીર કરે તે તેને વૈકિયમિશ્ર કેમ ન હોય? તન્નોત્તર–તેઓને વૈક્રિયના આરંભન અસંભવ છે. પૂર્વાચાર્યો એ કોઈપણ કારણથી આ પ્રમાણે વિવક્ષા કરેલ છે. તથાવિધ સંપ્રદાયના અભાવથી અમે કારણ જાણતા નથી. એટલા માટે અમે પણ વૈક્રિયમિશ્ર વિવક્યું નથી. એ પ્રમાણે સ્વપજ્ઞ ટીકામાં કહેલ છે. ગાથા, ૩૨,
એ પણ સંદેહ” આ વસ્તુ કર્મગ્રંથકારની અપેક્ષાએ જણાવેલ છે. કારણ કે કર્મ ગ્રંથકાર પહેલાં ત્રણ ગુણઠાણે અજ્ઞાન માને છે અને સિદ્ધાન્તકાર મિથ્યાત્વ મેહનીયના ઉદયનો અભાવ હોવાથી સાસ્વાદને અને મિશ્ર જ્ઞાન માને છે, જ્યારે કર્મગ્રંથકાર સમ્યક્ત્વનો અભાવ હોવાથી પહેલા ત્રણ ગુણઠાણે અજ્ઞાન માને છે. જ્યારે પૂર્વાચાર્યોએ કોઈપણ કારણથી વિર્ભાગજ્ઞાને અવધિદર્શનની વિવક્ષા કરી નથી. તે થાવિધ સંપ્રદાયના અભાવથી અમે જાણતા નથી એમ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org