Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૮૨ ૪ જ્ઞાન, ૩ અજ્ઞાન” મતિજ્ઞાન–મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન-શ્રુતઅજ્ઞાન, અવધિજ્ઞાન-વિર્ભાગજ્ઞાન અને મન:પર્યાવજ્ઞાન, તે તે પ્રકારના જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થાય છે.
“૩ દર્શન” ચક્ષુદર્શન. અચક્ષુદર્શન અને અવધિદર્શન તે તે પ્રકારના દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થાય છે.
“દાનાદિ પાંચ લબ્ધિ” દાન, લાભ, ભાગ, ઉપભોગ અને વીર્ય આ પાંચ લબ્ધિઓ તે તે પ્રકારના અંતરાયકર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થાય છે.
પ્રશ્ન:–દાનાદિ પાંચ લબ્ધિઓ પહેલાં ક્ષાયિક ભાવની કહી છે. અને અહીં ક્ષાયોપથમિક ભાવના કહી છે. તે વિરોધ કેમ નહીં ?
ઉત્તર–દાનાદિ લબ્ધિઓ બે પ્રકારની છે. (૧) અંતરાયકર્મના ક્ષયથી ઉત્પન્ન થતી (૨) અંતરાય કર્મના સંયોપશમથી ઉત્પન્ન થતી. ત્યાં ક્ષાયિક ભાવમાં ગણાવેલી ક્ષયથી ઉત્પન્ન થયેલ અને કેવલજ્ઞાનીને હોય છે, જ્યારે બીજા પ્રકારની છદ્મસ્થોને હોય છે.
પશમ સમ્યકત્વ :-અનંતાનુબંધી ચતુષ્ક અને દર્શન મોહનીયના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલ ભાવ.
દેશવિતિ :–અપ્રત્યાખ્યાનાવરણીય ચાર કપાયના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલ ભાવ,
સર્વવિરતિ –પ્રત્યાખ્યાનાવરણીય ચાર કપાયના ક્ષયોપશમથી સર્વવિરતિ ગુણ ઉત્પનન થાય છે. ગાથા ૬૬
અજ્ઞાનપણું” મિથ્યાત્વના ઉદયથી અસ૬ અધ્યવસાયવાળું સદ્ભજ્ઞાન પણ અજ્ઞાન છે. પાછળની ગાથામાં ત્રણ અજ્ઞાનને ક્ષાપશમિક ભાવમાં ગણેલ છે. અને અહીં ઔદયિક ભાવમાં ગણેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org