Book Title: Karmagrantha Part 2
Author(s): Devendrasuri, Jivavijay, Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨પ
મૂકી શકે છે તે કાર્પણ કાયયોગની જેમ તેજસ કાયયોગ કેમ નથી માન્યો ?
ઉ–તેજસ શરીર અને કાર્મણ શરીર સદા સાથે જ રહે છે. દારિકાદિ બીજાં શરીર કાર્મણ શરીરને છોડી દે છે. પણ તૈજસ શરીર કઈ દીવસ તેનાથી જુદું પડતું નથી એટલા માટે વીર્યશક્તિને જે વ્યાપાર કાર્મણ શરીરધારા હોય છે તે નિયમથી તેજસ શરીરધારા પણ હોય છે. આથી કાર્પણ કાયયોગમાં તૈજસ કાયયોગને સમાવેશ થઈ જાય છે.
છે. તે આત્માને વીર્ય વ્યાપાર, અહીં યોગ શબ્દ વડે કારણમાં કાર્યને ઉપચાર કરીને પંદર યોગો ગણાવેલ છે. ગાથા ૨૫,
અહીં કેટલાક શંકા કરે છે કે આહારક માર્ગણામાં કાર્પણ સિવાયના બીજા બધા યોગ હોય. તેઓનું માનવું એમ છે કે ઉત્પત્તિના પ્રથમ સમયે જે આહાર જીવ કરે છે તેમાં ગ્રહણ કરાતાં પુદગલો જ કારણરૂપ છે. માટે કાર્મણ કાયયોગ માનવાની જરૂર નથી. તે આ શંકા યોગ્ય નથી. કારણ કે પહેલા સમયે ગ્રહણ કરેલા પુદગલો બીજા સમયથી માંડીને શરીર પૂર્ણ થાય ત્યાં સુધી આહારગ્રહણનાં કારણરૂપ બને છે. પણ સ્વયં પોતે પહેલા સમયે કારણરૂપ બની શકે નહીં, કારણ કે ત્યારે તો તે કાર્યરૂપ છે. માટે પહેલા સમયે તે કાર્મણ કાયયોગ વડે જ આહારગ્રહણ થાય છે એટલે આહારક માર્ગણાએ કાર્પણ કાયયોગ પણ ઘટી શકે છે. ગાથા, ૨૬.
અહીં સ્ત્રી વેદ પણ ગ્રહણ કરેલ છે. તે ભાવરૂપ નહીં પણ દ્રવ્યરૂપ જાણવો; કારણ કે અહીં આજ જાતની વિવેક્ષા છે. પહેલાં અગાઉ ગુણસ્થાનકમાં જે વેદ ગણ્યા છે તે ભાવરૂપે ગણેલ છે. કારણ કે ત્યાં તેવા પ્રકારની વિવેક્ષા છે. વ્યવેદ એટલે બાહ્ય આકાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org